મનોરંજન

શું 14 વર્ષ પછી બંધ થઇ જશે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’? આ રીતે આવશે શો નો અંત…

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ TRP લિસ્ટમાં ટોપ 5માં યથાવત છે. અક્ષરા અને અભિમન્યુના સંબંધોને લોકો પસંદ કરી રહ્યા છે. આમ, લોકો સોશિયલ મીડિયા પર અક્ષરા અને અભિમન્યુને એક કરવાની માંગ કરતા રહે છે.

પરંતુ, શોના નિર્માતા રાજન શાહી નવા-નવા ટ્વિસ્ટ લાવીને અક્ષરા અને અભિમન્યુને એકબીજાની સામે ઉભા રાખે છે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ અક્ષરા અને અભિમન્યુ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં એક સાથે જોવા મળશે.

શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો થઇ જશે બંધ?
મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષરા અને અભિમન્યુની મુલાકાત બાદ રાજન શાહી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ બંધ કરી દેશે. તે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની જગ્યાએ પોતાની નવી સિરિયલ લાવશે.

જો કે મેકર્સ દ્વારા હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ, જો આ વાત સાચી સાબિત થશે, તો 2009થી પ્રસારિત થયેલો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 14 વર્ષ પછી ઑફ એર થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ ટીવી સિરિયલના અત્યાર સુધીમાં 4000 થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે.

આ કારણે શો ને બંધ કરવા માંગે છે રાજન શાહી
રાજન શાહીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ટીઆરપી ઓછી હોવાને કારણે તેણે છ મહિના પહેલા જ સિરિયલને બંધ કરવાની યોજના બનાવી હતી. તેણે કહ્યું હતું કે, “મારી પાસે આ શો સાથે જોડાયેલી ઘણી સુંદર ક્ષણો છે.

પરંતુ, દર્શકોની ઘટતી જતી રુચિને કારણે, શોની સંખ્યા ઘટવા લાગી. આવી સ્થિતિમાં, ચેનલે શોને ઓફ એર કરવા કહ્યું. જોકે, પ્રખ્યાત લેખિકા અને નિર્માતા જયા હબીબે મને મદદ કરી અને મને શોમાં અભિનવના પાત્રને રજૂ કરવાનો વિચાર આપ્યો.”

Durga

Recent Posts

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને સ્વિમિંગ પુલમાં જોવા મળી ખુબ જ મસ્તી કરતી, જુઓ હોટ વિડીયો….

મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…

4 months ago

રાતોરાત મેકર્સે શો માંથી સાફ કર્યું સત્યાનું પત્તું, છેલ્લી પોસ્ટ શેર કરીને લીધી વિદાઈ…

ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…

4 months ago

અંબા વિરાટ પર સત્યાની હત્યાનો આરોપ લગાવશે, હવે સઈ કરશે વિરાટને નિર્દોષ સાબિત

ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…

4 months ago

અનુજના સમજાવવા છતાં પણ અનુપમા નહીં માને, પતિને કાયમ માટે છોડીને જતી રહેશે…

ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…

4 months ago

સોશિયલ મીડિયા પર લોકોએ અનુપમા શો પર લગાવ્યા ગંભીર આરોપો, ટ્વિટર પર ટ્રેન્ડ થયું ‘બોયકોટ અનુપમા’

ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…

4 months ago

પલકની મમ્મીએ ફરી બોલ્ડ અદાઓ બતાવી, દોરીમાં બાંધેલી બ્રાલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ

ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…

4 months ago