આજકાલ બધા ઘરમાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો જોવા મળી જશે. પિત્તળના વાસણો હવે રસોડામાંથી જેમ ગાયબ જ થઈ ગયા છે.જૂના જમાનામાં બધાના ઘરમાં પિત્તળના વાસણો મળી જતા હતા. લોકો તેમાં જ રસોઈ બનાવતા હતા પિતળના વાસણ થી બનેલી વસ્તુઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
આજે અમે તમને પિત્તળ ના વાસણ નો ઉપયોગ કરવાના ધાર્મિક જ્યોતિષીય અને વૈજ્ઞાનિક મહત્વ બતાવવા જઈ રહ્યા છીએ.પિત્તળ એક મિશ્ર ધાતુ છે. તાંબુ અને જસત ને ભેળવીને તેને બનાવવામાં આવે છે. પીતળ શબ્દની ઉત્પતિ પિત પર થી થઈ છે. સંસ્કૃત માં પિત નો મતલબ પીળો હોય છે.
હિન્દુ ધર્મમાં પીળો રંગ ભગવાન વિષ્ણુને સંબોધિત કરે છે. સનાતન ધર્મમાં જ્યારે કોઈપણ પૂજાપાઠ અથવા તો ધાર્મિક કાર્ય થાય છે, તો તેમાં ફક્ત પિત્તળના વાસણોનો જ ઉપયોગ કરવામાં આવે છે.પિત્તળના વાસણો અત્યંત પ્રિય છે. મહાભારતમાં એક વૃતાંત જોવા મળ્યું છે. જેના મુજબ દ્રોપદીને સૂર્યદેવ એ પિત્તળનો અક્ષયપાત્ર વરદાન રૂપે ભેટ કર્યું હતું.
આ પાત્રની ખાસિયત એ હતી કે દ્રોપદી એ એમાં જેટલા પણ લોકો નું ભોજન બનાવે તો પણ તેમાં બનાવેલું ભોજન ઓછું નહોતું થતું.જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવગુરુ બૃહસ્પતિને પિત્તળ જેવો પીળો રંગ સંબોધિત કરતા. તેના સિવાય પિત્તળ પર દેવ ગુરુ બૃહસ્પતિ નો આધિપત્ય છે. એટલા માટે જ્યારે બૃહસ્પતિ ગ્રહની શાંતિ કરવાની હોય ત્યારે પિત્તળનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વખતે ગ્રહોની શાંતિ અને જ્યોતિષ અનુષ્ઠાનોમાં પિત્તળના વાસણો દાન કરવામાં પણ આવે છે.પિત્તળ નો ઉપયોગ ફક્ત ધાર્મિક અથવા જ્યોતિષીય દૃષ્ટિએ નહીં, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ લાભદાયી છે. પિત્તળ ના વાસણમાં બનેલું ભોજન આપણને ખૂબ લાભ આપે છે. પિત્તળ માં બનેલા ભોજન સેહત માટે સકારાત્મક પ્રભાવ લાવનાર છે.
તેનાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. તેનાથી બીમારીઓ દૂર થાય છે. અને શરીરને તેજ ની પ્રાપ્તિ થાય છે.પિતળના બીજા પણ ઘણા ફાયદાઓ આપણને મળે છે. પિત્તળ ના વાસણ જલ્દી ગરમ થઈ જાય છે. જેના કારણે ઊર્જાનો બચત પણ થાય છે. તે મજબૂત હોય છે. અને જલ્દીથી તૂટતા પણ નથી.
પિત્તળના બનેલા કળશમાં પાણી રાખવાથી ખૂબ ઉર્જા મળે છે.પિત્તળની થાળી-વાટકા, ગ્લાસ, લોટા, ગાગર, હાંડો, દેવી-દેવતાઓની મૂર્તિઓ તેમજ સિંહાસન, ઘંટ, યંત્ર, પાણીની ટાંકીઓ, મકાનોમાં લગાવવામાં આવતાં સાધનો અને ગરીબો માટે ઘરેણાં. આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે.
મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…
ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…
ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…
ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…
ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…
ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…