કરો આ કુદરતી ઉપચાર કરચલીઓની સમસ્યાથી છુટકારો મળશે, ત્વચા મુલાયમ બની જશે.

આજકાલ લાઈફસ્ટાઈલમાં સતત ફેરફારને લીધે યુવાનીના દિવસોમાં પણ મોં પર કરચલીઓ દેખાવા લાગે છે.સામાન્ય રીતે ઉંમર વધવાના કારણે ત્વચા પર પણ અસર થાય છે, જેના કારણે ત્વચા પર કરચલી આવી જાય છે. ઘણા લોકોને ઉંમર પહેલા જ કરચલી થઇ જવાથી સમસ્યા થતી હોય છે. ઘણા લોકો કરચલીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આપણે અનેક ઉપાયો કરે છે.

આવી સમસ્યા માંથી છુટકારો તરત તો મળતો નથી, પરંતુ આ સમસ્યામાથી બચવા માટેના ઘણા કુદરતી ઉપચાર વિશે જાણવું જોઈએ. આ ઉપચાર માટે આપણાં ઘરમાંથી જ વસ્તુ મળી રહે છે. તેના કારણે શરીરમાં કોઈ આડઅસર પણ થતી નથી.

એલોવેરા જેલ :–  એલોવેરા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તેને ચહેરા અને ગળા પર લગાવવાથી કરચલીઓ જતી રહે છે અને સાથે ચમક પણ લાવે છે. તેના માટે આપણે ચણાની દાળની પેસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તે પેસ્ટને થોડો સમય લગાવી રાખવાથી કરચલીઓ ઓછી થતી જોવા મળશે છે. તેમજ એલોવેરામાં હળદર મિક્સ કરીને લગાવવાથી ચહેરા પરની સુંદરતામાં વધારો થાય છે. તેનાથી ત્વચામાં ચમક આવે છે.

કેળાની પેસ્ટ :- આપણાં ચહેરા પર કરચલીઓ દેખાતી હોય તો કેળાનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થશે. તેને દૂર કરવા માટે દૂધ અને મધને મિક્સ કરીને તેની એક પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવવી. ત્યાર પછી તેને થોડો સમય લગાવી રાખવી. પછી તે લગાવેલી પેસ્ટને હળવા હાથે પાણીથી સાફ કરી નાખવી જેનાથી તે ચામડી પરની કરચલીઓ ઓછી થતી દેખાય છે. તેનાથી તમારી ત્વચા મુલાયમ બની જશે.

નાળિયેર તેલ :- નાળિયેરનું તેલ ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ આપણે કરચલી માથી છુટકારો મેળવવા માટે કરી શકીએ છીએ. નારીયેલ તેલ કોઈ ડાઘ કે કરચલીઓ પર લગાવવાથી ઘણો લાભ થાય છે. આવી રીતે તેનો ઉપયોગ કરવાથી થોડા સમયમાં કરચલીઓ દૂર જશે અને તેમાથી છુટકારો મળે છે. આ ઉપાય કરવાથી તમને સૂકી ત્વ્ચા માંથી પણ છૂટકરો મળશે.

ચણાના લોટ :- કરચલીની સમસ્યામાથી છુટકારો મેળવવા માટે ચણાનો લોટ અને દહીની પેસ્ટ બનાવવી. તેને ચહેરા પર થોડા સમય સુધી લગાવી રાખવી. ત્યાર પછી તે પેસ્ટ લગાવીને થોડી વાર સુકાવા દેવી, પછી તેને પાણીથી સાફ કરી નાખવું. આવી રીતે આ પેસ્ટમાં દૂધ મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. તે કરચલીઓ માટે ફાયદાકારક છે.

ચંદનની પેસ્ટ :– ચંદનની પેસ્ટનો ઉપયોગ કરચલીઓ દુર કરવા માટે કરી શકાય છે. તેમાં ચંદનના પાવડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેને કરચલીઓ પર અને આખ નીચે કાળા કુંડાળા હોય તો ત્યાં લગાવવું, તેથી થોડા સમયમાં તેની અસર જોવા મળશે અને તે દરરોજ લગાવવાથી ઝડપથી આ સમસ્યા દૂર થઇ જશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *