તુલસીનો છોડ પવિત્ર અને પુણ્યદાયી હોય છે.શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.મોટાભાગના લોકો તુલસીની માળા પહેરે છે પણ એ શા માટે પહેરાય છે એ બહુ ઓછા લોકો જાણે છે.ઘરમાં તુલસીના છોડને રાખવાથી ઘરની શુદ્ધતા બની રહે છે. રોજ તુલસી જલ અને દીપક કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરવી જોઈએ.દરેક વ્યક્તિએ તુલસીની માળા પોતાના ગળામાં ધારણ કરવી જોઈએ.તુલસી ની માળા ને પહેરવાથી મન અને આત્મા પવિત્ર થાય છે. તમે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના ભક્તોને તુલસીની માળા ધારણ કરતા જોયા હશે.
તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો તેમાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે. એટલા માટે તુલસીની માળા ધારણ કરવી જોઈએ. આજે તમને જણાવીશું તેના ફાયદા વિશે કહેવામાં આવે છે કે ઘરમાં તુલસી ના છોડ ને રાખવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે. તેથી તેની આયુર્વેદિક ઔષધી નું નામ પણ આપવામાં આવ્યું છે
તેમાં એક વિશેષ પ્રકારની વિદ્યુતશક્તિ હોય છે. જે પહેરવા વાળાને આકર્ષણ ઉત્પન્ન કરે છે.શાલિગ્રામ પુરાણમુજબ જો તુલસીના માળા ભોજન કરતી વખતે પહેરવામાં આવે તો કોઈ યજ્ઞ જેટલું પૂણ્ય પ્રાપ્ત થાય છે. તેથી આપણાં વડીલો હંમેશા ગળામાં તુલસીની માળા પહેરી રાખે છે.એવું પણ માનવામાં આવ્યું છે કે તેને પહેરવાથી યશ, કીર્તિ સમૃદ્ધિ અને વૃદ્ધિ થાય છે.
તેમાં ઔષધીય ગુણો હોવા ના લીધે પહેરવા વાળાને માથાનો દુખાવો, શરદી અને ત્વચાના રોગો નથી થતા.તુલસીની માળાને હિંદૂ ધર્મમાં ખાસ માનવામાં આવે છે. તુલસીના બે પ્રકાર હોય છે. શ્યામ તુલસી અને રામ તુલસી. બંને તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં લાભકારી છે. જો કે વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીની માળાનું મહત્વ છે.
તુલસીની માળા ધારણ કરવાથી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે છે અને સાથે જ મનમાં સકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે. એટલા માટે તેને ધારણ કરતા પહેલા એક વાતનું ધ્યાન જરૂર રાખવું જોઈએ વ્યક્તિને લસણ અને ડુંગળીનું સેવન ના કરવું. જે કોઈ તુલસીની માળા ધારણ કરે છે તેને માંસ મદિરાથી દૂર રહેવું, નહીં તો તેનાથી તે વ્યક્તિને અપરાધ લાગે છે.
Leave a Reply