હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી જરૂરી માનવામાં આવી છે. હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા માતાની જેમ કરવામાં આવે છે.શાસ્ત્રીય માન્યતા મુજબ ભગવાન વિષ્ણુને તુલસીને અત્યાધિક પ્રિય છે.હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી આવશ્યક માનવામાં આવી ઓછે. તુલસી પત્રથી પૂજા કરવાથી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાનું પૂણ્ય પ્રાપ્ત થાય છે. તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા અધુરી માનવામાં આવે છે.
કારણ કે ભગવાન વિષ્ણુનો પ્રસાદ તુલસીના પાન વગર પુરો થતો નથી.શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવી માનવામાં આવે છે, તેથી જો ઘરમાં તુલસી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણા ઘરમાં તમામ દેવી-દેવતાઓની વિશેષ કૃપા રહે છે.તુલસીના પાંદડા એકાદશી, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણમાં તોડવા જોઈએ, રાત્રે નહીં.
આ સાથે, તુલસી વિના, તુલસીના પાન તોડવા ન જોઈએ, તે પાપ જેવું છે.જેઓ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરે હંમેશાં મહાલક્ષ્મીની કૃપા રહે છે.તુલસીનું પાન સ્નાન કર્યા વિના ન તોડવું જોઇએ. શાસ્ત્રો મુજબ જો કોઇ વ્યક્તિ સ્નાન કર્યા પહેલાં જ તુલસીનું પાન તોડે છે તો પૂજનમાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી.દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ.તુલસીના પાન ચાવશો નહીં, તેને ગળી જવું જોઈએ. તે અનેક રોગોમાં ફાયદા પૂરી પાડે છે. તુલસીમાં પારો હોય છે. જે આપણા દાંત માટે સારું નથી.
તુલસીના ફાયદા
- તમારા ઘરની પાછળ કે ઘરમાં તુલસી રહેશે તો મચ્છર અને કીડી મકોડા નહી આવે.
- રોજ તુલસીના પાન ખાવા આરોગ્ય માટે સારા હોય છે. તુલસીમાં બીમારીઓ સાથે લડવાના ગુણ હો ય છે. આ શરીરમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે છે.
- તુલસીના પાન ખાવાથી લોહી સાફ રહે છે. તેનાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.
Leave a Reply