હિંદુ ધર્મમાં તુલસીની પૂજા માતાની જેમ કરવામાં આવે છે.ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ઘણા લાભ થાય છે. તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધી આવે છે. આ તુલસીના છોડમાં ઘણી વધુ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા રહે છે.શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય, પવિત્ર અને દેવી માનવામાં આવે છે, તે માતા લક્ષ્મીને પણ ઘરમાં આકર્ષિત કરે છે.
તેથી જો ઘરમાં તુલસી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણા ઘરમાં તમામ દેવી-દેવતાઓની વિશેષ કૃપા રહે છે.આજે અમે તમને તુલસી સાથે સંબંધિત તમામ નિયમોથી માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એના વિશે..
ઘરમાં તુલસી રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુ દોષ પણ આપોઆપ જ ઠીક થઇ જાય છે. તુલસીના પાંદડા એકાદશી, રવિવાર અને સૂર્ય અથવા ચંદ્રગ્રહણમાં તોડવા જોઈએ, રાત્રે નહીં. આ સાથે, તુલસી વિના, તુલસીના પાન તોડવા ન જોઈએ, તે પાપ જેવું છે.જેઓ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે, તેમના ઘરે હંમેશાં મહાલક્ષ્મીની કૃપા રહે છે.
દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ.જો તમારા ઘરમાં રાખવામાં આવેલો તુલસીનો છોડ કોઈ કારણસર સુકાઈ જાય તો તમે તેણે ઉખાડીને પાણીમાં વહાવી દો. ઘરમાં સુકા તુલસીનો છોડ રાખવો સારું નથી માનવામાં આવતું. જુના છોડને કાઢીને પછી તમે તે જગ્યાએ નવો છોડ લગાવી લો.
તેનાથી તમારા ઘરની બરકત જળવાઈ રહેશે.આમ તો તુલસીના છોડને ક્યારેય પણ સુકાવા ન દેવો જોઈએ એટલા માટે તેમા નિયમિત રીતે રોજ પાણી નાખતા રહેવું જોઈએ.પણ રવિવારના દિવસે તુલસીને પાણી આપવાની મનાઈ હોય છે.તુલસીના પાન ચાવશો નહીં, તેને ગળી જવું જોઈએ. તે અનેક રોગોમાં ફાયદા પૂરી પાડે છે. તુલસીમાં પારો હોય છે. જે આપણા દાંત માટે સારું નથી.
Leave a Reply