સંતાન રેખાથી ખબર પડી શકે છે કે કેટલી પુત્રીઓ થઈ શકે છે અને કેટલા પુત્ર થઈ શકે છે. આ રેખાનો અભ્યાસ ખૂબ ગહરાઈથી કરવું જોઈએ કારણકે આ રેખાઓ ખૂબ બારીક હોય છે.લગ્ન થયા બાદ પણ ઘણા વર્ષો સુધી સંતાન સુખ નથી મળી શકતું. જેના કારણે લોકો પોતાને જ દોષ આપવા લાગે છે.
સંતાનનો મોહ એટલો વધારે હોય છે કે કેટલીક વાર લગ્ન તૂટવાનો પણ ભય રહે છે. જ્યોતિષ વિદ્યા તેમાં અલગ અલગ મત ધરાવે છે. તેમનું માનવું છે કે તમારી હથેળીમાં રહેલી વિવાહની રેખા સાથે સંતાન રેખા પણ સંતાન થવામાં આવી રહેલી મુશ્કેલીઓ માટે જવાબદાર હોય છે.
આ રેખા કનિષ્ઠિકા આંગળીના મૂળમાં બુધના પર્વત પર રહેલી વિવાહરેખાની મધ્યમાં અને કનિષ્ઠિકાના મૂળ તરફ જતી જોવા મળે છે. આ પ્રકારની રેખાઓને, સંતાનરેખા કહેવામાં આવે છે. અંગૂઠાના મૂળમાં રહેલી રેખાઓને પણ સંતાનરેખા જ ગણવામાં આવે છે.
આ પ્રકારની રેખાઓમાં અસ્પષ્ટ જણાતી રેખાઓ, પુત્રીઓનો, તથા સ્પષ્ટ અને લાંબી દેખાતી રેખાઓ પુત્ર પ્રાપ્તિનો સંકેત દર્શાવે છે. અન્ય મત પ્રમાણે, અંગૂઠાના મૂળથી મણિબંધ સુધી જેટલી રેખાઓ હોય, તેટલી સંખ્યામાં સંતાન પ્રાપ્તિ થતી જોવા મળે છે.સંતાનરેખા સ્પષ્ટ, લાંબી અને ઊંડી હોય તો, આ સંતાનો માતા-પિતા માટે અવશ્ય સુખદાયક બની રહે છે
જો આ રેખાઓ વાંકીચૂકી હોય અથવા અસ્પષ્ટ હોય તો તે સંતાનોના સ્વાસ્થ્ય માટે શુભ ગણાતી નથી.શુક્રનો પર્વત પૂર્ણપણે વિકસિત હોય અને રેખાઓ વગરનો સ્પષ્ટ હોય તથા બુધના પર્વત ઉપર રેખા હોય તો, તેવી વ્યક્તિને સંતાનપ્રાપ્તિ અવશ્ય થાય છે.
બુધના પર્વત પર સંતાનરેખા બિલકુલ ન હોય તો, હૃદયરેખાની નીચે, મંગળના પર્વત પર બહારની, તેમજ અંદરની બાજુએ જેટલી આડી રેખાઓ હોય, તેટલી સંખ્યામાં સંતાનો થાય તેવો મત પણ હસ્તરેખાશાસ્ત્રીઓમાં પ્રવર્તે છે.તેમજ બુધના પર્વતની બાજુએ આવેલી રેખાઓ મહદંશે ગૃહસ્થી જીવનમાં 30 વર્ષ પછી સંતાન આપે છે તેવું અનુભવે જોવા મળ્યું છે.
Leave a Reply