આજની જીવનશૈલી અને ફાસ્ટફૂડના કારણે મહિલાઓને અનિયમિત માસિક ધર્મની સમસ્યા વધારે જોવા મળે છે. માસિક ધર્મ સ્ત્રીમાં થતી એક સ્વભાવિક પ્રક્રિયા છે. પીરિયડ્સ કોઈ પણ સ્ત્રીનાં શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે અને દર મહિને છોકરીઓને આ દુખદાયક દિવસોમાં પસાર થવું પડે છે.
ઘણી મહિલાઓ કોઈ પ્રસંગ કે કોઈ જગ્યા પર હરવા ફરવા જવાનું હોય ત્યારે અથવા કોઈ જરૂરી મીટીંગ હોય ત્યારે પીરીયડ્સ ને પોસ્ટપોર્ન કરવાની દવાનું સેવન કરે છે. પરંતુ જે મહિલાઓ આવી દવાનું વધારે વખત સેવન કરતી હોય છે, એને ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.વર્ષ માં એક કે બે વખત આવી દવાઓ નું સેવન કરવું જોઈએ
પરંતુ વધારે દવા લેવાથી સ્વાસ્થ્ય ને નુકશાન થઇ શકે છે. આજે અમે તમને એ દવાની અસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જણાવી દઈએ, પીરીયડ્સને પોસ્ટપોર્ન કરતી ગોળીઓની શરીર પર થતી અસર વિશે.પીરીયડ્સને આગળ વધારવા માટેની ગોળીઓ વારંવાર લેવાથી તમારા માસિક ધર્મની સાઈકલ બગડી જાય છે.
આ દવાની અસર તમને લગભગ અત્યારે નહિ થાય, પરંતુ ભવિષ્યમાં ગર્ભવતી બનવા માટે તમને સમસ્યા ઉભી થઇ શકે છે. જે મહિલાઓ આવા પ્રકારની દવાઓનું સેવન દર મહીને કરતી હોય એને ગર્ભાશયમાં રસી થવાની સમસ્યા થઇ શકે છે. જયારે પણ તમારી પીરીયડ સાઈકલ બગડી જાય છે, તો પીરીયડ્સ વખતે થતો માસિકસ્ત્રાવ તમારી બોડીમાં જ રહી જાય
જેના કારણે આ દવાના કારણે તમારા ગર્ભાશયમાં રસી બને છે. એ જ કારણ છે કે ભવિષ્યમાં તમારે બાળકને જન્મ આપવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દરેક મહિલાની બોડી સિસ્ટમ અલગ અલગ હોય છે, ઘણી મહિલાઓને ક્યારેક પીરીયડ્સ એકદમ થોડું આવવા લાગે છે
ક્યારેક અમુક મહિલાઓને બ્લીડિંગ વધારે પણ આવતું થઇ જાય છે.પીરીયડ્સ નિયમિત ન હોવાથી કારણ વગર પેટની ચરબી જમા થવા લાગે છે. આ ચરબી કે વજન એકસરસાઈઝ કે પછી અન્ય કોઈ એક્ટીવીટી દ્વારા પણ ઘટાડી શકાતું નથી. પીરીયડ્સને અટકાવવા માટેની દવા જયારે આવી સમસ્યા આપે છે, ત્યારે એની ખરાબ અસર શરીરના લીવર અને કીડની પર પણ પડી શકે છે.
ચહેરા પર ખીલ, કરચલી, ઉંમર પહેલા સફેદ વાળ થઇ જવા અને ચહેરા પર કરચલી આ દવાઓમાં કારણે પણ બને છે. થકાવટ અને કમજોરી મહેસુસ થવી. પેટ ખરાબ થવું, પેટમાં દુખાવો અને સોજો આવી જવો. પ્રાઈવેટ પાર્ટમાં ઇન્ફેકશન થવું, ઇરિટેશન થવું, યુરિન દરમિયાન બળતરા. પીરીયડ્સને લંબાવવા માટે આ એક સામાન્ય નુસખો છે.
જુના જમાનામાં વડીલો મુજબ પગના અંગુઠા પર કાળો દોરો બાંધવાથી પીરીયડ્સ ૨ થી ૩ દિવસ માટે અટકાવી શકાય છે. પરંતુ જો આવું પણ જેટલું ઓછું કરવામાં આવે એટલું સારું રહે છે. પ્રકૃતિના નિયમ સાથે જેમ બને એમ ઓછા છેડા કરવામાં આવે તો જ આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે છે.
Leave a Reply