વ્યક્તિ રાત્રે ઉંઘતી વખતે કેટલાંક પ્રકારના સ્વપ્ન જોતા હોય છે, જેમાં અમુક સ્વપ્ન શુભ હોય છે તો અમુક અશુભ. એમાં પણ જેમને સ્વપ્નમાં કોઈ દેવ કે દેવીનું દર્શન થઈ જાય. તે લોકો ખૂજ બ ભાગ્યશાળી હોય છે.સપનાની પોતાની જ એક રહસ્યમય દુનિયા છે.અમુક સપનાઓ નજીકના ભવિષ્યમાં કામિયાબી અને લાભની સૂચના આપે છે તો અમુક નુકસાન અને દુઃખનો સંકેત આપે છે.
એવામાં આજે તમને અમુક એવા જ સપનાઓ વિશે જણાવીશું જે ધનલાભનો સંકેત આપે છે.હિન્દુ ધર્મમાં શિવજીને સૌથી મહત્વના દેવતા માનવામાં આવે છે.એવુ માનવામાં આવે છે કે, સંસારની શરૂઆત તેમનાથી થાય છે અને અંત પણ. શિવને સૌથી મહાન દેવતા માનવામાં આવે છે.જે લોકો શિવભક્ત હોય છે તેમને શિવજી કોઈને કોઈ સ્વરૂપે દર્શન જરૂરથી આપે છે.
ભગવાન શિવ હંમેશા પોતાના ભક્તોના સપનામાં આવે છે.મનુષ્ય ઉંઘતી વખતે કેટલાય સપના જોતો હોય છે, પરંતુ જો તેને સપનામાં શિવલિંગ અથવા ભગવાન શિવ સાથે જોડાયેલી વસ્તુ દેખાય તે શુભ સંકેત છે.
જ્યારે કોઈ વ્યક્તિ સ્વપ્નમાં શિવલિંગ અથવા ભગવાન શિવને લગતી કોઈ પણ વસ્તુ જુએ છે, તો સમજી લો કે તે તેની સાથે ખૂબ સારું રહ્યું છે અને તેના જીવનના બધા દુખ ભાગવા જઇ રહ્યા છે. જો શિવ પોતે જ તેના સ્વપ્નમાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારી કોઈપણ મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે.જો તમને સપનામાં શિવજી તાંડવ કરતા દેખાય તો સમજી જવું આ તેમનો રુદ્ર અવતાર છે.
પરંતુ તેનો અર્થ એ નથી કે તે તમારા પર ગુસ્સે હોય. પરંતુ તેનો અર્થ એ છે કે તમારી તમામ સમસ્યાનું સમાધાન કરવા માટે આવ્યા છે.જો સ્વપ્નમાં શિવલિંગ દેખાય છે, તો પછી સવારે ઉઠો અને શિવલિંગ જુઓ અને શિવ મંદિરમાં જાઓ અને ત્યાં દૂધ ચડાવવું.દરેકને જણાવી દો કે જો તમે તમારા સ્વપ્નમાં શિવ અને પાર્વતી બંનેની છબી જોશો, તો સમજો કે તમારી પત્ની સાથેનો તમારો સંબંધ મધુર રહેશે.
Leave a Reply