ગરમાગરમ મકાઈ નો ડોડો ખાવા મળી જાય તો આ મૌસમ ની મજા કઈક ઔર છે. ન કેવળ આ જ ઋતુમાં પણ થોડું-થોડું ઠંડું વાતાવરણ હોય ત્યારે પણ ડોડો ખાવાની મજા પડી જતી હોય છે.આ ડોડો પછી ભલે દેશી ઢબમાં શેકેલો હોય કે અમેરિકન મકાઈ સ્વરૂપે વરાળમા રાંધવામાં આવ્યો હોય. બંનેની પોતાની અલગ જ મજા છે.
તેનો સ્વાદ તો મજેદાર હોય જ છે અને સાથોસાથ તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. મકાઇના ડોડા માં વિટામિન એ હોય છે જે આંખ ની રોશની વધારે છે.તેમાં ફાઇબર ભરપુર માત્રા હોય છે જે પાચનશક્તિને યથાવત રાખે છે. એન્ટી ઓક્સિડેન્ટ્સ ધરાવતો આ ડોડો કેન્સર ના રોગીઓ માટે પણ ઉપયોગી છે.
જ્યારે તમે ડોડો ખાઓ છોઅને તે આખું પૂરું થઇ જાય એટલે કે તેના દાણા ખવાઈ જાય તો તેને ફેકવો નહી પણ તેને અધવચ્ચે થી તોડીને સુંઘવામાં આવે તો તેનાથી શરદી ની તકલીફ માં મોટો ફાયદો થાય છે. ત્યારબાદ આ ડોડા ને પશુઓ ને ખાવામાં માટે પણ નાખી શકાય છે.
એવું માનવામાં આવે છે કે આ મકાઈના તેલ માં એથેથોજેનીક પ્રભાવ હોય છે કે જે કોલેસ્ટ્રોલ ના સ્તર ને નિયંત્રિત કરવામાં ખુબ જ મહત્વ ની ભૂમિકા ભજવે છે. આ રીતે તેની મદદ થી તે કાર્ડિયોવાસ્કુલર રોગો થી માનવ શરીરની રક્ષા કરતા હોય છે. આ રીતે પણ તે માનવી માટે ખુબ જ ઉપયોગી છે.
આ સિવાય જો તમે ઈચ્છો તો આ ખાવામાં ઉપયોગ લીધા બાદ ડોડા ને સુકાવા માટે રાખી દેવા જોઈએ. શિયાળામાં તેને બાળીને તેનો ધુમાડો લેવાથી પણ ઘણો લાભ થાય છે. આ ધુમાડો ઉધરસ માં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના ધુમાડા થી શરીર ને બીજા પણ ઘણા ફાયદા થાય છે.
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ આ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ સાથે જ તેમાં કોલેસ્ટ્રોલ ની માત્રા નહિવત પ્રમાણ માં હોય છે જેથી તે હ્રદય માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે જે લોકો નું કોલેસ્ટ્રોલ વધતું હોય તેમને પણ કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવા માટે તેનું સેવન કરવું જોઈએ.
એનીમિયા જેવો જટિલ રોગ વિટામીન બી ૧૨ તેમજ ફોલિક એસીડ ની ઉણપ ને લીધે થતો હોય છે. તો આ બન્ને તત્વો તમને આ ડોડા માં ભરપુર માત્રા મા જોવા મળે છે. આ સાથે જ તેમાં લોહ તત્વો પણ ભરપુર પ્રમાણમાં મળી આવે છે જે શરીરમાં નવા લાલ રક્તકણો નું નિર્માણ કરે છે. આ લાલ રક્તકણો ના નિર્માણ થી શરીર મા એનેમિયા જેવી બીમારી દુર થાય છે
Leave a Reply