આયુર્વેદમાં સુંઠના ઘણાં નામ છે. આમાંથી મુખ્ય નામ છે ‘શુંઠી’. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન ગરમી ની તુલનામાં ઠંડીમાં વધુ કરવામાં આવે છે.શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનો નિયમિત ઉપયોગ ઘણી બીમારીમાંથી બચાવે છે.
સૂંઠ રુચિકારક, પિત્તનાશક, પાચક, હલકી, ઉષ્ણ, પચ્યા પછી મધુર, કફ અને વાયુના રોગો મટાડનાર, કબજિયાત મટાડનાર, શ્વાસ, ખાંસી, હૃદયરોગો, સોજા, અનિદ્રા, આફરો, પેટના અને વાયુના રોગોમાં હિતાવહ છે. તો જોઈએ આપણે સૂંઠથી કયા કયા લાભ મેળવી શકીએ છીએ.આદુ તો તમે બધા જાણતા જ હશો અને સૂંઠ આદુ નો જ રૂપ હોય છે એટલે કે સુકાયેલી આદુ જેને સૂંઠ નામથી ઓળખવામાં આવે છે.
સૂંઠ નો વપરાશ ઘણા પ્રકારના ઘરેલુ દવા અથવા તો ભોજનમાં અલગ-અલગ સ્વાદ માટે કરવામાં આવે છે. સૂંઠનો ઉપયોગ મોટાભાગે ઘરેલૂ દવા અથવા ખાવામાં કરવામાં આવે છે. આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજની ઉપમા આપવામાં આવી છે.જો પેટમાં આફરો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, અરુચિ જેવું રહેતું હોય, કબજિયાત જેવું રહેતું હોય, તો સૂંઠનો ઉપયોગ હિતાવહ છે.
આંતરડાની અંદરની દીવાલને ચોંટેલા દોષોને સૂંઠ ઉખાડી નાંખે છે. પરિણામે આંતરડાનાં અંદરનાં પાચનછિદ્રો ખુલ્લાં થાય છે. પાચનદ્રવ્યોના સૂક્ષ્મ કણોનું શોષણ થાય છે અને સમગ્ર પાચનતંત્ર તેનાં કાર્યમાં ઉત્તેજિત થાય છે જેમને ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ પ્રાતઃકાળે નરણેકોઠે ૧૫ ગ્રામ સૂંઠ+૧૦ ગ્રામ અજમો ચૂર્ણ બે ચમચી જેટલા ગોળમાં લેવું જોઈએ.
સૂંઠના ભૂક્કામાં ખડીસાકર તથા વરિયાળી ભેળવી સેવન કરવાથી અપચાથી છૂટકારો મળશે. સતત ઉધરસથી રાહત પામવા મધમાં સૂંઠનો ભૂક્કો ભેળવી ખાવું. સૂંઠને પાણીમાં ઘસી માથા પર લગાવવાથી આધાશીશી પણ દૂર થાય છે.એક ચમચી સૂંઠનું ચૂર્ણ, બે ચમચી ગોળ, ત્રણ ચમચી ગાયનું ઘી સવાર-સાંજ જમતા પહેલાં લેવામાં આવે તો કાનમાં અવાજ આવવો, મગજ ખાલી લાગવું, ચક્કર, શરીરનાં અંગો જકડાઈ જવાં, હાથ-પગનો કંપ, મંદાગ્નિ, અરુચિ અને ગર્ભાશયના દોષો દૂર થાય છે.
Leave a Reply