રામભક્ત હનુમાન ક્યારેય પણ તેમના ભક્તો પર સમસ્યાઓ નથી આવવા દેતા. રામાયણ ના સુંદરકાંડ તથા તુલસીદાસ ની હનુમાન ચાલીસા મા પ્રભુ શ્રી હનુમાનજી ના સંપૂર્ણ જીવન અંગે વિસ્તારપૂર્વક વર્ણન કરવા મા આવ્યુ છે.હનુમાનજી એ અનેક લોકો માટે પ્રેરણાદાયી છે.
હનુમાનજી ના વિશે તુલસીદાસ એવો ઉલ્લેખ કરે છે કે , ‘ સંકટ કટે મિટે સબ પીડા, જો સુમરે હનુમંત બક બીરા. આ સાખી નો અર્થ એવો થાય છે કે , હનુમાનજી દરેક પ્રકાર ની સમસ્યા ને દૂર કરવા ની ક્ષમતા ધરાવે છે. સુંદરકાંડ મા એ વાત નો પણ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે બળ અને બુધ્ધિ નો યોગ્ય ઉપયોગ કરી ને હનુમાનજી એ સીતા માતા ને શોધી કાઢયા હતા.
હનુમાનજી મા રહેલા અમુક ગુણતત્વો વિશે ચર્ચા કરીશુ જેને જીવન મા અપનાવવા થી તમારા જીવન મા આવેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.સીતા માતા ની શોધ કરતા સમયે જ્યારે હનુમાનજી સમુદ્ર પર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનો માર્ગ ‘સુરસા’નામ ના નાગે રોકી લીધો અને તેમણે તેમને ગળી જવા ની હઠ પકડી.
ત્યારે હનુમાનજીએ તેમને જણાવ્યુ કે સૌપ્રથમ તે પોતાના પ્રભુ શ્રી રામ નુ કાર્ય પૂર્ણ કરી લે ત્યારબાદ તે તેમનો આહાર બની જશે.પરંતુ , સુરસા ના માન્યા ત્યારે હનુમાનજી સમજી ગયા કે તેમનો અહંકાર દૂર કરવો જોશે. માટે તેમણે પોતાનુ કદ નાનુ કર્યુ અને તેમના મુખ મા જઈ ને બહાર નીકળી ગયા.
તેમના થી સુરસા પ્રસન્ન થયા અને લંકા જવા માટે નો માર્ગ ખોલી નાખ્યો. હનુમાનજી ની આ વાત પર થી શીખ મળે છે કે , જ્યારે વાત અહંકાર ની આવે ત્યારે બળ નહી પરંતુ બુધ્ધિ નો પ્રયોગ કરવો અને લક્ષ્ય પ્રાપ્તિ માટે અમુક સમયે ઝુકવુ પણ શ્રેષ્ઠ ગણાય છે.જે સમયે લક્ષ્મણ રણભૂમી મા મૂર્છીત થઈ ને પડી ગયા
ત્યારે તેમના પ્રાણ બચાવવા માટે હનુમાનજી સંપૂર્ણ પર્વત ઉપાડી ને લઈ આવ્યા હતા. કારણ કે , તે સંજીવની બુટ્ટી લઈ આવી ને લક્ષ્મણ ના પ્રાણ બચાવવા ઈચ્છતા હતા. હનુમાનજી ની આ વાત શીખવે છે કે , મનુષ્ય એ ક્યારેય પણ સમસ્યા નહી પરંતુ , સમાધાન બનવા નો પ્રયાસ કરવો.
સમુદ્ર મા પુલ બનાવવા માટે ઓછા સમય મા વાનરસેના પાસે થી વધુ કાર્ય કઈ રીતે કરાવવુ. આ વિશિષ્ટ આવડત હનુમાનજી મા રહેલી હતી, આ ઉપરાંત યુધ્ધ સમયે પણ તેમણે વાનરસેના નુ યોગ્ય રીતે સંચાલન કર્યુ હતુ.લંકા મા રાવણ ના ઉપવન મા જ્યારે હનુમાનજી અને મેઘનાથ વચ્ચે ભીષણ યુધ્ધ થયુ હતુ
ત્યારે યુધ્ધ મા મેઘનાથ દ્વારા બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કરવા મા આવ્યો હતો, હનુમાનજી ધારત તો તેને તોડી શકતા હતા. પરંતુ , આમ કરી ને તે આ અસ્ત્ર ના મહત્વ ને ઓછુ કરવા ના ઈચ્છતા હતા. માટે તેમણે આ તીવ્ર અસ્ત્ર ના ઘા ને સહન કરી લીધો. આ વિષય પર તુલસીદાસજી હનુમાનજી વિશે એક અત્યંત સુંદર શ્લોક લખે છે.
“બ્રહ્મા અસ્ત્ર તંહી સાધા , કવિ મન કિન્હ વિચાર. જો ન બ્રહાસત માનઉ મહિમા મિદાર્દ અપાર.”
હનુમાનજી લંકા ના દ્વારે પહોચ્યા ત્યારે લંકીની નામ ની રાક્ષસી આ દ્વાર પાસે ઊભી હતી. આ સમયે હનુમાનજી એ જરાપણ સમય બગાડયા વિના તેના પર હુમલો કરી દીધો અને લંકા મા પ્રવેશી ગયા. આ પર થી એ શીખ પ્રાપ્ત થાય છે કે જ્યારે લક્ષ્ય સાવ નજીક હોય અને તેને મેળવવા માટે સમય ખૂબ ઓછો હોય ત્યારે પરિસ્થિતિ ની માંગ પ્રમાણે બળ નો ઉપયોગ કરવો અયોગ્ય નથી.
Leave a Reply