સ્મશાન ઘાટ એવું સ્થળ છે, જ્યાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગના સ્મશાન ઘાટ નદીના કિનારે જ બનાવેલા હોય છે.પુરાણો મુજબ જ્યારે શવયાત્રા સ્મશાન તરફ લઇ જવામાં આવે છે ત્યારે સ્ત્રીઓ હમેશાં પાછી વળી જાય છે. આજે અમે તમને આ વાત પાછળ રહેલું સાચું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.સ્મશાનની અગ્નિ ખુબ જ ખરાબ ગણાય છે.
શાસ્ત્ર અનુસાર આગ ૨૭ પ્રકારની હોય છે અને ચિતાની અગ્નિ પણ સૌથી અલગ હોય છે. સ્મશાન ઘાટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. સ્મશાનમાં ભગવાન શિવ ધ્યાનમગ્ન માં હોય છે. સ્મશાન ઘાટ શહેરથી દુર હોવું જોઈએ, જેથી અપવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન આવી શકે. એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં, ભૂત અને આત્માઓ રહે છે.
જેથી કોઈએ રાત્રે સ્મશાન માંથી પસાર થવું ન જોઈએ.જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે, ત્યારે કોઈ પણ જીવતા વ્યક્તિએ સૂર્ય ઉગે ત્યાં સુધી સ્મશાનભૂમિની આસપાસ ન જવું જોઈએ. હિન્દુ ધર્મની માન્યતા મુજબ ફક્ત પુરુષો જ અમુક સ્મશાન પર જઈ શકે છે આ કાર્યોમાં મહિલાઓની ભાગીદારી બિલકુલ નથી.ઘણી વાર આપણને આશ્ચર્ય થાય છે
એવું શા માટે આવું થાય છે કે સ્ત્રીઓને સ્મશાનની જગ્યાએ જવાની મંજૂરી શા માટે નથી. આની પાછળ ઘણું હકીકત છેઆજે અમે તમને એવી જ એક હકીકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું અનુસરણ સદીઓથી કરવામાં આવી રહ્યું છે.હિન્દુ ધર્મના લોકો જ્યારે અંતિમ સંસ્કાર માંથી પાછા ફરે છે અથવા સ્મશાન ઘાટ જઈને આવે છે
ત્યારે તેને પોતાનું માથું મુન્ડાવું પડે છે, અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે મહિલાઓને માથું મુન્ડવા માટે છૂટ નથી. સ્ત્રીનું હૃદય પુરુષના હૃદય કરતાં ખુબ જ નરમ હોય છે. એટલા માટે જ તે કોઈનું દુ:ખ જોઈ શકતી નથી.જો કોઈ સ્મશાન ઘાટ પર રડતા હોય તો અંતિમ સંસ્કાર કરવામાં તે આવેલા વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી.
મહિલાઓ તે વ્યક્તિ ને સળગાવતા જોવે છે તો તે રડે છે અને તે ના રડે તેવું બનેજ ન શકે,કે તેમના માટે કોઈ કોઈ વ્યક્તિ ને સળગતી જોવી તે ખૂબ જ મુશ્કેલ છે.એટલા માટે મહિલાઓને સ્મશાનગૃહમાં પણ લઇ જવામાં આવતી નથી, કારણ કે મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. મહિલાઓ સ્મશાન ન જવા માટેનું બીજું મોટું કારણ એ પણ છે કે જ્યારે લોકો અંતિમ સંસ્કાર કરીને ઘરે આવે છે
ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા અને ઘરે મહિલાઓએ સ્નાન કરવા માટે ઘરે હોવું જરૂરી છે.પુરૂષોને સ્મશાનગૃહ માંથી આવીને ઘરની કોઈ પણ વસ્તુને પણ સ્પર્શ કરવાની છૂટ હોતી નથી, અને તેને સ્પર્શ કર્યા વગર જ પાણી મળે તો તે સ્નાન કરી શકે છે. તેથી જ મહિલાઓને સ્મશાન પર જવાની મંજૂરી નથી.
Leave a Reply