વધારે વાર સુધી એક જગ્યાએ પગ લટકાવીને બેસી રહેવાથી ઘણા લોકોના પગે સોજા આવી ગયાની તેઓ ફરિયાદ કરતા સાંભળવા મળે છે. ખાસ કરીને સ્ત્રીઓ આ સમસ્યાનો ભોગ વધારે બનતી હોય છે.પગના દુખાવા માટે કેલ્શિયમની કમી કારણભૂત હોય છે. જ્યારે પગમાં સોજો ચડતો હોય તો તેની પાછળ પણ ઘણાં કારણ જવાબદાર હોય છે
જેમ કે, ઘણા લોકોને વધારે ઠંડી લાગતી હોય તો પણ સોજો ચડતો હોય, જે લોકોને વધારે સમય પાણીમાં રહેવાનું હોય, વધારે પડતી ગરમ વસ્તુના સેવનથી, કિડનીની કોઇ તકલીફ હોય તો, લાંબો સમય સુધી પેશાબ રોકી રાખવાથી, તો આવાં અનેક કારણ હોઇ શકે છે. આજે અમે તમને સોજાની સમસ્યામાંથી છુટકારો મેળવવા તમને ઘરેલુ ઉપાય જણાવીશું, તો ચાલો જાણી લઈએ..
સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં હળદર અસરદાર છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર લગાવો. જ્યારે આ સૂકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો. દરરોજ બે થી ત્રણવાર આવુ કરવાથી તમને દુખાવો અને સોજામાં રાહત મળશે
આ એક ચમત્કારિક નુસ્ખો છે.સોજાવાળા સ્થાન પરબરફ ઘસો.પણ બરફ ડાયરેક્ટ સોજા પર ન રગડશો. તે માટે એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવા વાળા સ્થાન પર લગાવો. ઓછામાં ઓછુ 5 થી 10 મિનિટ સુધી કરો.પગમાં કે હાથમાં જે જગ્યાએ સોજો ચડયો હોય ત્યાં બરફને કપડાંમાં વીટીને ત્યાં લગાવવાથી પણ સોજો દૂર થઇ જશે.બેકિંગ સોડામાં કેટલાય એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.
પગમાં આવતા સોજામાં રાહત મેળવવા માટે ભાતના ઓસામણમાં બેકિંગ સોડા મિક્સ કરી આ મિશ્રણ પગમાં લગાવો. તેનાથી સોજો તરત ઊતરવા લાગશે. આ ઉપાય જે લોકોને વધારે સમય પાણીમાં રહેવાથી સોજા ચડતા હોય તેના માટે કારગત નીવડે છે. ભાતનું ઓસામણ અને બેકિંગ સોડા પગમાં ભરાયેલા પાણીને શોષી લે છે
તેથી સોજો જલદી ઊતરવા લાગે છે, તેમજ બ્લડ સરક્યુલેશન પણ સારી રીતે થાય છે.જૈતૂનના તેલ અને લીંબુના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીયે સમસ્યા દૂર થાય છે. લીંબુમાં સોજાને દૂર કરવાના ગુણ હોય છે તેમજ જૈતૂન સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે. તજનો પાઉડર પણ આમાં મદદરૂપ થઇ શકે છે. તજના પાઉડરમાં એક ચમચી જૈતૂનનું તેલ તેમજ એક લીંબુ નિચોવો.
આ મિશ્રણમાં થોડું દૂધ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને શરીરના જે ભાગમાં સોજો ચડયો હોય ત્યાં લગાવી થોડી વાર રાખો. થોડા સમયમાં જ સોજો ઊતરવા લાગશે.ધાણામાં સોજો રોકવાના ગુણ સમાયેલા હોય છે. ધાણા મૂત્રવર્ધક માનવામાં આવે છે, તે પગમાં જમા થયેલા વધારાના પાણીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે.
ઘણા લોકોને લાંબો સમય સુધી પેશાબ રોકી રાખવાની આદત હોય છે, તેના કારણે તેમને પગમાં સોજો ચડી જતો હોય છે. ધાણા આ સોજાને ઉતારવાનું કામ કરે છે. આ માટે તમારે પાણીમાં બે ચમચી ધાણાને સખત ઉકાળવા. જેટલું પાણી લીધું હોય તે અડધું ન થઇ જાય ત્યાં સુધી પાણી ઉકાળવું. આ પાણી થોડું ઠંડું થાય એટલે પી લેવું. પાણી પીવાથી સોજો તરત દૂર થઇ જશે.
Leave a Reply