બજેટને યોગ્ય જાળવી રાખવા શોપિંગ કરતી વખતે અપનાવો આ સ્માર્ટ ટિપ્સ

લોકો હંમેશાં તેમના નક્કી કરેલા બજેટ કરતા વધુ ખર્ચ કરે છે, જે તેમના બજેટને ખોરવી નાખે છે. વપરાશકર્તાઓને શ્રેષ્ઠ શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે તેમની વચ્ચે એક મોટી મુશ્કેલી છે. આજે, વપરાશકર્તાઓ પાસે એક જ ઉત્પાદન માટે પસંદ કરવા માટે મોટી સંખ્યામાં વિકલ્પો છે. લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સ્થિતિમાં, મહિનાએ બજેટને યોગ્ય જાણવી રાખવું તેમના માટે એક મોટું કાર્ય બની જાય છે. ખરીદી કરતી વખતે જો તમારે પણ આવું થાય છે તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અને નક્કી કરેલા બજેટમાં ખરીદી કરો.બજારમાં ખરીદી કરવા જાવ તે પહેલા તમારે શું લેવાનું છે તેનું એક લીસ્ટ ત્યાર કરો.

લીસ્ટમાં માત્ર કરીયાના જેવી દરરોજની જરૂરી વસ્તુ સિવાય શોપિંગ દરમિયાન લેવાની કપડા જેવી બીજી વસ્તુઓ પણ લીસ્ટમાં નોટ કરવાનું ન ભૂલવું.કઈ વસ્તુ ઉપલબ્ધ નથી તેમજ બનાવેલ લીસ્ટ માંથી કેટલી વસ્તુ લેવી જરૂરી છે તેનું લીસ્ટ બનાવો .બીજી બિનજરૂરી વસ્તુ લેવાનું ટાળો.ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને અટ્રેક્ટિવ કેશ બેક સહિત અનેક પ્રકારની અમેઝિંગ ઓફર્સ પણ મળે છે.

ઘણી ઓનલાઇન શોપિંગ વેબસાઇટથી ખરીદી કરવા પર તમને 10% સુધીનું કેશબેક પણ મળી શકે છે. તેથી, ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવાથી પણ વધારે ફાયદો ઉઠાવી શકાય છે.કંટાળો આવે ત્યારે આપને વધુ પડતો ખરીદીનો ઓપ્સન વધુ પસંદ કરતા હોઈએ છીએ ત્યારે આમ ન કરતા કંટાળો આવે ત્યારે મૂવીઝ જુઓ,રસોઈ બનાવો અથવા કઈ પણ એક્ટીવીટી કરો.

લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તમે રોકડા પૈસા દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરો. આમ કરવાથી તમે નક્કી કરીને લઇ ગયેલા બજેટ માંથીજ ખર્ચો કરશો. અને વધારાના ખર્ચને ટાળી શકશો. જયારે વધારાની વસ્તુ લેવાના તમારી પાસે પૈસા જ નહી હોઈ તો તમારો વધારાનો ખર્ચ થતા તમે રોકી શકશો.વધુ પડતી સ્ત્રીઓ એક જ જગ્યાએ થી બધું વસ્તુ લેવાનું પસંદ કરતી હોઈ છે.

ત્યારે તમે એ ન ભૂલો કે એક જ જગ્યાએ થી શોપિંગ કરતા સમયે તમને તે જગ્યાએ થી બીજી વસ્તુઓ પણ પસંદ આવી શકે છે. અને તમે તે લઇ લો છો. વધારાનો ખર્ચ ટાળવા અને નક્કી કરેલા બજેટમાં થી જ જો તમે શોપિંગ કરવા માંગતા હોવ તો અલગ અલગ જગ્યાએ ફરવાનું અને માત્ર જોવાનું રાખો .કારણ કે એક જગ્યાએ તમને ૪૦૦ રૂપિયામાં જીન્સ મળી રહ્યું છે, જયારે એજ જીન્સ તમને બીજી જગ્યાએ ડિસ્કાઉન્ટ સાથે પણ મળી શકે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *