આ મંદિર એક ખૂબ પ્રાચીન હિન્દુ મંદિર છે જે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગિનારાયણ ગામમાં સ્થિત છે.ભગવાન લક્ષ્મી અને માતા લક્ષ્મી અને ભૂદેવીની સાથે આ મંદિરમાં બિરાજમાન છે. રુદ્રપ્રયાગમાં સ્થિત ‘ત્રીયુગી નારાયણ’ એક પવિત્ર જગ્યા છે. માનવામાં આવે છે કે સતયુગમાં જયારે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા ત્યારે આ જગ્યા ‘હિમવત’ ની રાજધાની હતી
તે જગ્યા પર આજ પણ દર વર્ષે દેશ ભરથી લોકો સંતાન પ્રાપ્તિ માટે ભેગા થાય છે. અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનમાં બાવન દ્વાદશીના દિવસે અહી મેળાનું આયોજન કરવમાં આવે છે.ત્રિયુગીનારાયણ મંદિરને ત્રિવુગીનારાયણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રીયુગી નારાયણ મંદિરથી આગળ ગૌરી કુંડના સ્થાન પર માતા પાર્વતી એ તપસ્યા કરી હતી ત્યાર બાદ તેજ મંદિરમાં ભગવાન શિવે માતા સાથે લગ્ન કર્યા હતા કહે છે આજે પણ તે હવાન કુંડમાં આગ પ્રજ્વલિત છે.સંતાન પ્રાપ્તિ માટે આ અગ્નિના આશીર્વાદ લેવા માટે દેશના બધા ભાગ માંથી લોકો આવે છે.
એવી માન્યતા છે કે ભગવાન કેદારનાથની યાત્રા પહેલા અહી દર્શન કરવાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે.દંતકથા અનુસાર, રાજા બાલીએ ઇન્દ્રસનની પ્રાપ્તિની ઇચ્છાથી સો યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો અને નેવું યજ્ઞ પછી ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બાલીનું અંતિમ યજ્ઞ વિસર્જન કર્યું, ત્યારથી ભગવાન વિષ્ણુ આ સ્થળે વામન દેવતા અવતાર.પૂજા થાય છે.
Leave a Reply