મોરપીંછ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઘરમાં મોરપીંછ રાખવાથી ખરાબ શક્તિઓનો નાશ પણ થાય છે.ઈંદ્રદેવની રાજગાદી મોરસિંહાસન છે અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાના મુગટમાં મોરપીંછને સ્થાન આપ્યું છે. એવામાં જ્યોતિષશાસ્ત્રના આધારે આજે તમને મોરપીંછના અમુક એવા ઉપાયો જણાવીશું
જેનાથી તમારા જીવનની અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.વાસ્તુશાસ્ત્રમાં મયુરપંખ એટલે કે મોરપીંછનું ખુબજ મહત્વ રહેલુ છે. કેમકે મોરપીંછ ભગવાન કનૈયાને ખુબજ પ્રિય હતુ. માથાના મુકુટ પર શ્યામે કાયમી મયુરપંખને સ્થાન આપ્યુ હતુ. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના મોરના પીછા વગર શક્ય જ નથી.કૃષ્ણનો શણગાર મોરપીંછ વગર અધૂરો માનવામાં આવે છે.
કુમાર કાર્તિકેયનું વાહન પણ મોર છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ મોરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. તેનાથી સંબંધિત કેટલાક પગલાં લેવાથી તમે વાસ્તુ દોષ, રાહુ દોષ અને કષ્ટોથી છુટકારો મેળવી શકો છો.મોરપીંછ ગ્રહ દોષોથી મુક્તિ આપે છે. જો તમે કોઈપણ રીતે ગ્રહ દોષથી પીડિત છો, તો પછી મયુરપંખ સાથે 21 વાર ગ્રહ મંત્ર બોલીને જળનો છંટકાવ કર્યા પછી.
તેના મોરપીંછને એવી જગ્યાએ મૂકો કે જ્યાંથી તે જોઈ શકાય છે. તેવી જ રીતે, જો રાહુ તમને પરેશાન કરે છે, તો પછી ઘરની પૂર્વ દિશાની દિવાલ પર અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં દિવાલ પર મોરપીંછ મૂકો.જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો મોરપીંછ રાખો. વાસ્તુ મુજબ મોરપીંછને ઘરમાં રાખવાથી વાસ્તુ દોષની અસરોથી રાહત મળે છે.
જેની સાથે તમને વાસ્તુ દોષથી થતી પરેશાનીઓથી રાહત મળશે.વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારનું મોરપીંછ લગાવવાથી ઘરની અંદર રહેલા સભ્યોની વચ્ચે પ્રેમમાં વધારો થાય છે. જો તમે ઇચ્છો તો તમારા ઘરના મુખ્ય રૂમમાં પણ મોરપીંછ લગાવી શકો છો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે
નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.શયનખંડમાં મોરપીંછ રાખવાથી પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ રહે છે, બંને વચ્ચેનો પ્રેમ વધે છે. તેથી જો કોઈના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે અથવા તણાવ હોય તો તેમના રૂમમાં મોરના પીંછા મૂકવા જોઈએ. જો તમે શત્રુઓથી પરેશાન છો, તો હનુમાનજીના કપાળ પર લગાવેલ સિંદૂર લો અને મોરપીંછથી દુશ્મનનું નામ લખો
તેને પૂજા સ્થળે મુકો. સવારે ઉઠીને મોરપીંછને વહેતા પાણીમાં નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારની રાતે કરવો જોઇએ. આ ઉપાયથી દુશ્મનોથી મુક્ત કરશે.
Leave a Reply