આયુર્વેદમા ગાયના મૂત્રનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. ગાયના મૂત્રનું નામ સાંભળીને ઘણા લોકોના નાક અને મોઢું બગડી જતું હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે ગાયના મૂત્રના નિયમિત સેવનથી મોટા મોટા રોગ મટી જાય છે. તેવું માનવામાં આવે છે કે ગાયના મૂત્રથી લગભગ ૧૦૮ જેટલા રોગો મટે છે.એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સગર્ભા ગાયનું મુત્ર શ્રેષ્ઠ છે
કારણ કે તેમાં વિશેષ હોર્મોન્સ અને જરૂરી તત્વો હોય છે. અમે તમને ગાયના મૂત્રથી થતા કેટલાક વધુ ફાયદાઓ વિશે આજે જણાવી રહ્યા છીએ.ગાયના મુત્રનુ સેવન ખાલી પેટે કરવું જોઈએ અને સેવનના પ્રમાણની માત્રા ૧૦૦ ગ્રામથી વધુ ન હોવું જોઈએ. જ્યારે તંદુરસ્ત લોકોએ ૫૦ ગ્રામથી વધુ માત્રામાં તેનું સેવન ન કરવું જોઇએ.
જો ગોમુત્ર, ત્રિફલા અને ગાયનું દૂધ એક સાથે ભેળવીને તેનું સેવન કરવામાં આવે તો જે વ્યક્તિના શરીરમાં એનિમિયાની તકલીફ હોય તો તે દૂર થાય છે. વધુમાં વિશેષ શરીરનું રક્ત પણ શુદ્ધ કરે છે.ગોમૂત્રને પીવાથી મગજ અને હૃદય બંનેને શક્તિમા વધારો જોવા મળે છે અને તે બંનેને લગતા અનેક રોગોથી બચી શકાય છે.
ગાયના મૂત્રથી વાયુ, પિત્ત અને કફ જેવી તકલીફો થી રાહત મળે છે. ગાયના મૂત્રને તેના માટે ઉતમ ગણવામાં આવે છે.ગોમૂત્રના સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગ ઉત્પન કરતા જંતુઓનો નાશ થાય છે. આયુર્વેદ મુજબ શરીરમાં ત્રણેય દોષોમાં જયારે સંતુલન રહેતું નથી ત્યારે રોગો ફેલાય છે.
પરંતુ ગાયનું મૂત્ર પીવાથી આ સંતુલન જળવાય રહે છે અને આનાથી ઉત્પન થતા રોગોથી બચી શકાય છે.ગાયનું મૂત્રના સેવનથી આપણા શરીરનું એક અગત્યનું અંગ યકૃતને તે મજબૂત કરે છે અને જેથી યકૃત સારું કાર્ય કરે છે. જે આપણા શરીરમાં લોહીને સારું અને શુદ્ધ બનાવે છે. જો તમારા શરીરમાં કોઈ જગ્યાએ દુઃખાવો અને દર્દ છે તો ગયાના મૂત્રના શેકથી દુખાવામાં રાહત મળે છે.
શિયાળામાં જો તમે સુકા આદુ સાથે ગોમૂત્રનું સેવન કરશો તો તમને તેનાથી ફાયદો મળશે.જો તમે સવારે અડધો કપ પાણીમાં ગોમૂત્રમા મીઠું અને લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરો છો તો ગેસની બીમારીમાંથી મુક્તિ મળે છે અને શરીરમાં કોઈ ગેસ ઉત્પન્ન થતો નથી. તમે ગોમૂત્ર દ્વારા સરળતાથી મેદસ્વીપણાને નિયંત્રણ કરી શકો છો.
અડધો ગ્લાસ તાજા પાણીમાં ૪ ચમચી ગોમૂત્ર, ૨ ચમચી મધ અને ૧ ચમચી લીંબુનો રસ મિક્સ કરીને નિયમિત તેનું સેવન કરવું.ઉમરમાં વૃદ્ધ અને બીમાર ગાયનુ મુત્ર ન લેવું જોઈએ. ગ્લાસ અથવા માટીથી બનેલા વાસણમા ગોમૂત્ર લ્યો અને તેને સાફ સુતરાઉ કાપડમાં આઠ વખત ગાળી અને ઉપર માહિતી આપ્યા પ્રમાણે તેનું સેવન કરવું.
Leave a Reply