આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં તંદુરસ્તી તો બની જ રહે છે અને સાથે વજનમાં પણ વધારો થાય છે. .

ઓછા વજનના કારણે લોકો એને ચીડવતા હોય છે. જેના કારણે પરેશાની થાય છે.ઘણા લોકોને વજન ન વધવાની સમસ્યા રહેતી હોય છે. એના માટે ઘણી દવા કે પ્રયત્ન કરે છે છતાં પણ વજનમાં કોઈ વધારો થતો નથી. આજે અમે તમને અમુક એવા ફાળો વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી વજનમાં વધારો થાય છે અને સાથે શરીર પણ તંદુરસ્ત રહે છે.

કેટલાક ફળોમાં જરૂર કરતાં વધારે કેલરી મળી આવે છે અને તે વજન વધારવામાં ખૂબ જ મદદગાર હોય છે. આ જ નહીં, આ ફળ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે. તો ચાલો જાણી લઇએ ક્યાં ક્યાં ફળ છે જેનું સેવન કરવાથી શરીરમાં તંદુરસ્તી તો બની જ રહે છે અને સાથે સાથે વજનમાં પણ વધારો થાય છે. .

કેળાઃ  કેળાનું સેવન કરવાથી વજનમાં વધરો થાય છે. જો તમે પણ વજન વધારવા માંગો છો. તો કેળા થી સારો બીજો કોઈ વિકલ્પ નહીં હોઈ શકે. તે ના માત્ર પૌષ્ટિક જ છે, પરંતુ કાર્બ્સ અને કેલરી પણ તેમાં સારી માત્રામાં મળી આવે છે. એક મધ્યમ આકારના કેળામાં ૧૫૦ કેલરી, પ્રોટીન ૧ ગ્રામ, ચરબી ૦.૪ ગ્રામ, કાર્બ્સ ૨૭ ગ્રામ, ફાઇબર ૩ ગ્રામ અને ૨૬ %  વિટામિન બી ૬ મળી આવે છે. અને તેને ઓટમીલ, સ્મૂધી અથવા દહીં ની સાથે લેવાથી તમારો વજન વધારવામા મદદ મળી શકે છે.

સુકા મેવા :- સુકા મેવામાં બિલકુલ પણ પાણી હોતુ નથી. નાના આકારના મેવામાં ખૂબ જ વધારે પૌષ્ટિક તત્વ મળી આવે છે. સુકા મેવાનો ઉર્જાની સાથે સાથે વજન વધારવામાં પણ કામ આવે છે. સૂકા મેવામાં કુદરતી ખાંડ ઘણી વધુ માત્રા હોય છે. એનું સેવન કરવાથી પણ વજનમાં વધરો થાય છે.

નાળિયેર :- નાળિયેરમાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં કેલરી, ફેટ અને કાર્બ્સ પણ સારી માત્રામાં મળી આવે છે, જે તમારા વજન વધારવામાં મદદ કરે છે. ૨૮ ગ્રામ નાળિયેરના પલ્પમાં ૯૯ કેલરી, ૧ ગ્રામ પ્રોટીન, ૯.૪ ગ્રામ ચરબી, ૪.૩ ગ્રામ કાર્બ્સ, ૨.૫ ગ્રામ ફાઇબર, ૧૭ %  મેંગેનીઝ અને ૫ ટકા સેલેનિયમ મળી આવે છે. તેમાં ફ્રૂટ સલાટ અથવા સ્મૂધિની જેમ પણ ખાઈ શકો છો.

કેરી :- કેરી એક સ્વાદિષ્ટ અને કેટલાક પ્રકારના પોષક તત્વો થી ભરપુર ફળ છે. કેળા જેવી કેરી પણ કેલરીનો એક સારો સ્રોત છે. એક કપ કેરી (૧૬૫ ગ્રામ) માં ૯૯ કેલરી, ૧.૪ ગ્રામ પ્રોટીન, ૦.૬ ગ્રામ ચરબી, ૨૫ ગ્રામ કાર્બ્સ, ૩ ગ્રામ રેસા, ૬૭ ટકા વિટામિન સી અને ૧૮ ટકા ફોલેટ મળી આવે છે. તે ઉપરાંત કેરીમાં વિટામિન બી, એ અને ઇ પણ મળી આવે છે.

એવોકાડો :- એવોકાડોમાં કેલરી અને હેલ્દી ચરબી પણ વધારે હોય છે. એક મધ્યમ આકારનો એવોકાડોમાં ૧૬૧ કેલરી, ૨ ગ્રામ પ્રોટીન, ૧૫ ગ્રામ ચરબી, ૮.૬ ગ્રામ કાર્બ્સ, ૭ ગ્રામ ફાઇબર, ૧૭.૫ ટકા વિટામિન કે અને ૨૧ ટકા ફોલેટ મળી આવે છે. એવોકાડોમાં પોટેશિયમ અને વિટામિન સી, બી ૫ અને બી ૬ પણ મળી આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *