બ્રેડ ખૂબ જ હળવો ખોરાક માનવામાં આવે છે અને આપણામાંથી ઘણા લોકોને બ્રેડ હેલ્ધી નાશ્તો લાગે છે. ભાગદોડ વાળી જીવનશૈલીના કારણે આપણામાંથી મોટાભાગે લોકો સેન્ડવિચ, બ્રેડ જામ અથવા બ્રેડ માખણ ખાઇ લેતા હોય છે.દરરોજ નાશ્તામાં બ્રેડનું સેવન કરવાથી નુકસાન થઇ શકે છે. અનેક લોકો સવારે અથવા સાંજે નિયમિત નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરતા હોય છે.
તેઓ ટોસ્ટ અથવા તો સેન્ડવિચ વધારે પસંદ કરતા હોય છે.અનેક લોકો માખણ સાથે સવાર સવારમાં બ્રેડ ખાવાનું પસંદ કરતા હોય છે.મોટાભાગ ની બ્રેડમાં વધારે પ્રમાણમાં મીઠું હોય છે. મીઠાના કારણે શરીરમાં સોડિયમની માત્રાની સંતુલન પર અસર પડે છે. ઘણા લોકો ઘરે બ્રેડ તૈયાર કરીને પણ એનું સેવન કરતા હોય છે અને એવા બ્રેડ મીઠાના પ્રમાણને સંતુલિત રાખી શકે છે.
ઘણા લોકોને બ્રેડ નુકશાન કરે છે.બ્રેડમાં સામાન્ય રીતે લોટ, મેદો, મીઠું, ખાંડ, ઓટ્સ, દૂધ, તેલ, પ્રિઝર્વેટિવ્સ વગેરે વસ્તુ નાંખવામાં આવે છે.આ ઉપરાંત સ્વાદ મુજબ વસ્તુઓ નાખવામાં આવે છે. બ્રેડને યીસ્ટની મદદથી સોફ્ટ બનાવવામાં આવે છે. માર્કેટમાં આજે વ્હાઉટ, બ્રાઉન અને મલ્ટીગ્રેન જેવી ઘણી પ્રકારની બ્રેડ મળે છે.
બ્રેડ ઘઉંના લોટ માંથી પણ બનાવવામાં આવે છે. બ્રેડ અલગ અલગ લોટમાંથી ઘણા પ્રકારના બ્રેડ બનાવી શકાય છે. એમાં ફાઇબરનું પ્રમાણ વધારે જોવા મળે છે. આજે અમે તમને જણાવી દઈએ કે, ખરેખર બ્રેડનું સેવન કરવાથી અમુક પ્રકારના નુકસાન થાય છે.તો ચાલો જાણી લઈએ બ્રેડના નુકશાન વિશે.
જો તમે સફેદ બ્રેડ નું સેવન કરતા હોય તો તે મેંદાની બનેલી હોય છે કે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેનું સેવન કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યા પણ થઇ શકે છે. બ્રેડમાં સોડિયમ વધારે પ્રમાણમાં હોય છે.એટલાં માટે આવી બ્રેડ બ્લડ પ્રેશર અને હ્રદયના દર્દીઓ માટે એ હિતાવહ નથી. જો સતત તેનું સેવન કરવામાં આવે તો તમને આ બીમારી થઇ શકે છે.
વર્કઆઉટ કર્યા પછી બ્રેડ ખાવાથી શરીરમાં કેલેરીનું પ્રમાણ પણ વધી જાય છે. બ્રેડનું સેવન કરવાથી શુગર લેવલ પણ વધી શકે છે.ડાયાબિટીઝના દર્દીઓએ બ્રેડ નું સેવન કરવાથી બચવું જોઇએ. સફેદ બ્રેડમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સફેટ તત્વો હોય છે કે જે શરીરમાં સીબમનું વધારે પ્રમાણમાં ઉત્પાદન કરે છે. તેના કારણે બ્રેડ નું સેવન કરવાથી ખીલ થવાની પણ સંભાવના રહે છે. આ સાથે તેમાં રહેલા સ્ટાર્ચનું પ્રમાણ દાંતોમાં સડો પણ કરી શકે છે.
Leave a Reply