ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માટે ગણાય છે આ સૌથી ઉત્તમ સમય

એકાદશીએ વ્રત કરનારને દરેક કાર્યમાં સફળતા મળે છે. સાથે જ તેને પૂર્વજન્મથી લઈને આ જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. એવું કહેવામાં આવે છે કે જો એકાદશી નું વ્રત કરવામાં આવે તો એનાથી મનુષ્ય નું ભાગ્ય ખુલી જાય છે અને ભાગ્ય નો સાથ દરેક ક્ષેત્ર માં પ્રાપ્ત થાય છે.જો આપણે શાસ્ત્ર અનુસાર જોઈએ તો દરેક એકાદશી ના વ્રત નું ખુબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે.

જો કોઈ એકદશી વ્રત કરે છે તો વ્રત દરમિયાન ફલાહાર કરવામાં આવે છે, એ સિવાય જો તમે આ શુભ દિવસ દરમિયાન અમુક વાતો નું ધ્યાન રાખવામાં આવે તો એનાથી ભગવાન વિષ્ણુજી ની કૃપા દ્રષ્ટી તમારા ઉપર બની રહેશે.એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ.

પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાસશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે છે. આજે અમે તમને એકાદશી વ્રત ની યોગ્ય વિધિ અને આ દિવસે ક્યાં કાર્ય કરીને ભગવાન વિષ્ણુજી ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે, એના વિશે જાણકારી આપીશું.એકાદશી નું વ્રત ભગવાન વિષ્ણુજી માટે હોય છે.

આ દિવસે ભગવાન વિષ્ણુજી ની સાથે સાથે ધન ની દેવી માતા લક્ષ્મીજી ની પણ પૂજા થાય છે, એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ની પૂજા અવશ્ય કરવી. પૂજા દરમિયાન ગોમતી ચક્ર અને પીળી કોડીઓ નો ઉપયોગ કરવો. ભગવાન વિષ્ણુજી ને પીળા ફૂલ ચડાવવા અને દીપક માટે ઘી માં હળદર મિક્ષ કરીને ભગવાન વિષ્ણુજી ની સમક્ષ કરવો.

જયારે તમે દીવો કરો ત્યારે ભગવાન વિષ્ણુજી ને કેળા અથવા પછી કેસર થી બનેલી મીઠાઈ નો ભોગ લગાવવો, જયારે તમારી પૂજા પૂરી થઇ જાય ત્યારે તમે ભગવાન વિષ્ણુજી નો પ્રસાદ વહેચીને તમે પણ ગ્રહણ કરી શકો છો.જો તમે એકાદશી નું વ્રત કરી રહ્યા હોય તો આ દિવસે તમારા સાફ મનથી ભગવાન વિષ્ણુજીની પૂજા અર્ચના કરવી.

એકાદશી નું વ્રત રાખી રહ્યા હોય તો દશમી તિથિ ના રોજ એક સમય આહાર કરવો, એકાદશી વાળા દિવસે ભગવાન વિષ્ણુજી નું ધ્યાન કરીને સંકલ્પ કરવો અને ભગવાન વિષ્ણુજી ને ધૂપ, દીપ, ચંદન, ફળ, તલ, પંચામૃત થી પૂજા કરવી.તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે એકાદશી ના વ્રત પર તમારા મન માં કોઈ પ્રકાર નું છલ કપટ ન રાખવું અને ન તો આ દિવસે કામવાસના ની ભાવના ન રાખવી.

જો એકાદશી ના વ્રત ના દિવસે આ નાનું એવું કાર્ય કરી લેવામાં આવે તો એનાથી ભગવાન વિષ્ણુજી ના આશીર્વાદ તમારી ઉપર હંમેશા બની રહેશે અને તમારા જીવનની દરેક પરેશાનીઓ ભગવાન વિષ્ણુજી ની કૃપા થી દૂર થશે. એકાદશી ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવાનું સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *