માનસિક તાણ અને ટેન્શન. ડીપ્રેશન, ચિંતા, શરદી કે માથાનો દુખાવો જેવી સ્થિતિઓ પણ આપણને ઊંઘ મેળવતાં રોકી શકે છે.ઊંઘના લાંબા સમયના અભાવથી અનિદ્રા કે ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ અને નિદ્રારોગ જેવી વધારે ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે.ઘણા લોકોને ઊંઘ લાવવા આખા ઘરમાં આમ તેમ આટા મારવા પડે
પરંતુ ઊંઘ લાવવી એ ખુબજ મુશ્કેલ થઇ પડે છે. દરેક વ્યક્તિને સારી ઊંઘ આવે તેવી ઈચ્છા હોય છે. ખાસ કરીને આજના તણાવપૂર્ણ જીવનમાં, લોકો ઘણીવાર ઊંઘની સમસ્યાઓથી પીડાય છે. તો આજે અમે જણાવીશું સારી ઊંઘ લાવવા માટે નો એક ખુબજ સરળ ઉપાય. તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે..
ઊંઘતા પહેલા પોતાના હાથ, મોં, પગને સારી રીતે સાફ પાણીથી ધોઈને ઊંઘવાથી પણ ઊંઘ સારી આવે છે. તેમજ ક્યારેય પણ ઊંઘવાના પહેલા ચા કે કોફીનું સેવન કરવું નહિ. કારણ કે, આનાથી મગજની નસ ઉત્તેજિત થઇ જાય છે જેના કારણે સારી ઊંઘ આવતી નથી.સુતા 1-2 કલાક પહેલાં ન્હાવાથી ઊંઘ સારી આવે છે. આવી સ્થિતિમાં ઊંઘ ન આવવાની સમસ્યા થોડી ઓછી થઈ શકે છે.
ઘણા લોકો ને રાત્રે ન્હાવાની આળસ થતી હોય છે. પરંતુ દરરોજ રાત્રે સ્નાન કરી ને જ સુવું જોઈએ. તેનાથી શરીર રીલેક્સ થઇ જાય છે. આખા દિવસ નો થાક ઉતરી જાય છે. શરીરના તાપમાન અને ઊંઘની ગુણવત્તાનો સંબંધ દેખાયો છે. તેમાં જાણવા મળ્યું કે જે લોકો સુવાના 1-2 કલાક પહેલાં ન્હાય છે તેમને ઊંઘ સારી આવે છે.
સુવામાં અને જાગવામાં શારીરિક તાપમાનમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે ઊંઘ આવે ત્યારે શારીરિક તાપમાન સૌથી નીચું હોય છે. બપોરે અથવા સાંજે થોડુ વધારે હોઈ શકે છે.શરીરનુ બોડી ક્લોક તાપમાન ઊંઘમાં સૌથી નીચું અને મધ્યરાત્રિ પછી ધીરે ધીરે વધે છે. આ રીતે આપણું શરીર એલાર્મ તરીકે કામ કરે છે અને સવારે ઊઠાડી દે છે.
આ રીતે ટેંપરેચર સાઈકલ અને સ્લિપ સાયકલ એકબીજા સાથે જોડાયેલા છે. આ રીતે ઊંઘતા પહેલા શરીરના તાપમાનમાં ઘટાડો કરતાં તમે વધુ ઝડપથી અને સારી ઊંઘ મેળવી શકો છો. પથારીમાં જતાના લગભગ 90 મિનિટ પહેલાં સ્નાન કરીને તમે સારી ઊંઘ મેળવી શકો છો. તેથી દરરોજ સવાર સાંજ સ્નાન કરવું ખુબજ જરૂરી છે.
મલાઈકા અરોરા તેના બોલ્ડ લુક્સમાં સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. પરંતુ આ વખતે…
ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ટૂંક સમયમાં જ લીપ આવવા જઈ રહ્યો…
ટીવી શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના નિર્માતાઓ એક વિસ્ફોટક ટ્વિસ્ટ એન્ડ ટર્ન લેવા…
ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીનો શો અનુપમા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. અનુજ અને…
ટીવી ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો ‘અનુપમા’ માં દરરોજ એક નવો ધમાકો જોવા…
ટીવીનું જાણીતું નામ શ્વેતા તિવારીએ આ સમયે શું કરવું તે સમજાતું ન હોવાનું મન બનાવી…