આ વ્રત કરવાથી આયુષ્ય વધે છે, તેમજ સારા સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી શકાય છે.

પ્રદોષના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિના દરેક પાપ ધોવાઇ જાય છે. અને મોક્ષ પ્રાપ્ત થાય છે.શાસ્ત્રો મુજબ આ વ્રત કરવાથી બે ગાયોનું દાન કર્યા સમાન પુણ્ય મળે છે. પ્રદોષ વ્રતને લઈને એક પોરાણિક તથ્ય સામે આવે છે. કે એક દિવસ જયારે ચારે બાજુ અધર્મની સ્થિતિ ફેલાઈ ગઈ હતી, વ્યક્તિ સારા કાર્યો કરવાના બદલે નીચ કાર્યો કરવા લાગ્યા હતા.

આવા સમયે જે લોકો આ વ્રત રાખી શિવ પૂજા કરતા તેમના પર શિવજીની કૃપા થતી. આ વ્રત રાખનાર વ્યક્તિ જન્મ જન્માંતરના ફેરા પાર કરી જતો. અને તેને ઉત્તમ લોક ની પ્રાપ્તિ થતી. અલગ અલગ વાર પ્રમાણે આ વ્રતના લાભ પ્રાપ્ત થાય છે.રવિવારે આવતા પ્રદોષ વ્રત થી આયુ વધે છે, તેમજ સારા સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી શકાય છે.

સોમવારના દિવસે આવતા પ્રદોષ વ્રત આરોગ્ય પ્રદાન કરે છે અને વ્યક્તિની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. મંગળવારે આવતું વ્રત કરવાથી રોગોથી મુક્તિ મળે છે. તેમજ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.બુધવારે પ્રદોષ વ્રત હોય તો, વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો ગુરુવારે પ્રદોષ વ્રત આવતું હોય તો, તેનાથી શત્રુઓનો વિનાશ થાય છે.

શુક્રવારના પ્રદોષ વ્રતથી સૌભાગ્ય અને દાંપત્યજીવન માં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. સંતાન પ્રાપ્તિની કામના હોય તો શનિવારના દિવસે આવતું પ્રદોષ વ્રત કરવું જોઈએ.પ્રદોષ વ્રત કરવા માટે મનુષ્યએ તેરસના દિવસે સવારે સૂર્ય ઉદય પહેલાજ ઊઠવાનું રહે છે. નિત્યક્રમથી નિવૃત્ત થઇ ભગવાન ભોળાનાથનું સ્મરણ કરવું જોઈએ.

આ વ્રતમાં આહાર નથી લેવામાં આવતો.આખો દિવસ ઉપવાસ રાખ્યા પછી સુર્યાસ્ત થવાને એક કલાકની વાર હોય ત્યારે સ્નાન કરી સફેદ કપડા પહેરી લેવામાં આવે છે. પૂજામાં ભગવાન શિવનો મંત્ર ‘ऊँ નમઃ શિવાય’ નો જપ કરવો અને ભગવાન શિવને જળ ચડાવવું જોઈએ.

પુજાના સ્થાનને ગંગાજળ થી પવિત્ર કરવામાં આવે છે, અને ગાયના ગોબર થી લીપીને મંડપ તૈયાર કરવામાં આવે છે. હવે આ મંડપમાં પાંચ કલર નો ઉપયોગ કરી રંગોળી બનાવવી.પ્રદોષ વ્રતની આરાધના કરવા માટે આસનનો પ્રયોગ કરવો. આવી રીતે પૂજાની તૈયારી કરી ઉત્તર-પૂર્વ દિશા બાજુ મોં રાખી બેસવું અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *