સાઈનસની સમસ્યા અત્યંત ગંભીર હોય છે. શિયાળામાં સાઈનસની તકલીફ અનેક લોકોના નસકોરાં ચોક અપ કરી દે છે. પરિણામે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સાઈનસના કારણે માથાનો દુખાવો, વધતી શરદી, અને ચહેરા પર સૂજન ,સાઈનસાઈટિસનાં સામાન્ય લક્ષણ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને સાઇનસ ની અંદર ઇન્ફેક્શન થાય છે
ત્યારે તેની અંદર દુખાવો પણ થાય છે, અને સાથે સાથે તેની અંદર કફ ભરાઇ જવાની સમસ્યા થતી હોય છે. મોટાભાગના લોકોને શરદી અને એલર્જીથી સાઇનસ થઇ જાય છે. દવાઓ ઉપરાંત કેટલાક યોગાસન મારફતે પણ તેને દૂર કરી શકાય છે.સાઇનસની અંદર ઇન્ફેક્શન થવાના કારણે તમારા માથા, ગળા અને ઉપરના જડબામાં દુખાવો થવા લાગે છે.
ઘણી વખત વારંવાર નાક બંધ થઇ જવું, થાક લાગવો, શરદી થવી અને ચહેરા ઉપર સોજો આવી જવો અને વારે વારે નાકમાંથી કફ નીકળવા જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. સાઈનસ એક સ્વાસ્થ્ય ને લગતી એક એવી સમસ્યા છે કે જેને યોગ્ય રીતે ઠીક કરી શકાતી નથી.આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે સાઇનસની આ સમસ્યામાંથી મેળવી શકો છો રાહત.
સામાન્ય રીતે સાઈનસ એ શ્વાસ સંબંધી સમસ્યા હોવાથી તેમાંથી છુટકારો મેળવવા માટે યોગ અને પ્રાણાયમનો પણ સહારો લઇ શકાય છે. ભ્રામરી પ્રાણાયમ અને બ્રહ્મ મુદ્રાના કારણે સાયન્સની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જાણો, આ આસાન ફેસ યોગ વિશે…
બ્રીધિંગ એક્સરસાઇઝ :- સાઇનસની સમસ્યામાં બ્રીધિંગ એક્સરસાઇઝ સૌથી અસરકારક હોય છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. તેના માટે શ્વાસમાં અંદર તરફ ખેંચો અને બહારની તરફ છોડો. આ એક્સરસાઇઝ 5 વખત ધીમે-ધીમે કરો.
નાકની એક્સરસાઇઝ :- નાકને ઉપરથી દબાવીને શ્વાસ લો અને ધીમે-ધીમે છોડો. સાઇનસની સમસ્યામાં આ એક્સરસાઇઝ ખૂબ અસરકારક છે. તેની અસર તમને 6 દિવસમાં જ જોવા મળશે.
ફિંગર પ્રેસિંગ પોઝ :- પોતાના હાથની વચ્ચેની આંગળીઓથી નાકના કિનારાની ત્વચાને દબાઓ. આ અવસ્થામાં 2 મિનિટ સુધી રાખો. તેનાથી શ્વાસ લેવામાં સરળતા થાય છે.
Leave a Reply