રુદ્રાક્ષ ઘણું જ પવિત્ર અને ચમત્કારી હોય છે, અને રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા પ્રકારની તકલીફોમાંથી મુક્તી મળી જાય છે.રુદ્રાક્ષને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે, અને તેને ધારણ કરવાથી જીવનના દુઃખ દુર થઈ જાય છે. રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ.
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવજીની આંખોમાંથી આંસૂ સરી પડવાથી રૂદ્રાક્ષની ઉત્પતિ થઈ છે. આથી રૂદ્રાક્ષને ધારણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.ભગવાન શિવની પ્રિય વસ્તુઓમાં પ્રમુખ છે રૂદ્રાક્ષ.સદીઓથી હિન્દુ પૂજા પદ્ધતિનો પ્રમુખ ભાગ રહેલ રૂદ્રાક્ષ શારીરિક પીડા દૂર કરે છે, આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે.
રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના નેત્રોથી અશ્રુ પડવાથી થઈ હોવાનું મનાય છે. રૂદ્રાક્ષ 1 મુખીથી લઈ 21 મુખી સુધી હોય છે. પ્રત્યેક રૂદ્રાક્ષનું પોતાનું મહત્વછે. અહીં આપણે શરીરમાં થતી પીડાઓથી મુક્તિ મેળવવા ક્યો રૂદ્રાક્ષ ધારણ કરવો તે અંગે વાત કરીશું.રુદ્રાક્ષ ૧૪ પ્રકારના હોય છે. ખાસ કરીને રુદ્રાક્ષમાં મુખ નીકળેલ હોય છે
જે રુદ્રાક્ષમાં એક મુખ નીકળેલુ હોય છે તેને એક મુખી કહેવામાં આવે છે, અને જેમાં ૪ હોય તેણે ચાર મુખી, અને આ રીતે રુદ્રાક્ષ ૧૪ મુખી સુધી હોય છે.આ માટે ચાર મુખી રૂદ્રાક્ષને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.ચાર મુખી રૂદ્રાક્ષને જીવનના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરાવતો કહેવામાં આવ્યો છે.
અર્થાત ચાર મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક લાભ, આર્થિક લાભ, શારીરિક સુખ અને મોક્ષની પ્રાપ્તી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ પહેરવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ મજબૂત થાય છે. ચાર મુખી રૂદ્રાક્ષને ગળામાં ધારણ કરવાથી આ શરીરના સાતેય ચક્રોમાં પ્રાણ વાયુનો સંચાર કરી તેમને જાગ્રત કરે છે
જેનાથી મનુષ્ય માટે કંઈપણ અશક્ય નથી રહેતું.ચાર મુખીને બ્રહ્મરૂપ કહેવામાં આવે છે અને તે ચતુર્મુખી ફળ આપે છે.ચાર મુખી રૂદ્રાક્ષ શરીરમાં એવી ઉર્જાના તરંગોનો પ્રવાહ વહેતો કરે છે, જે કોઈપણ રોગને થતો અટકાવે છે આ રૂદ્રાક્ષ શરીરના ઔરા અર્થાત આભામંડલને શુદ્ધ કરે છે. જેનાથી આધ્યાત્મિક ઉન્નતિ તેજીથી થાય છે
મન મસ્તિષ્ક સકારાત્મક ઉર્જાથી ભરેલાં રહે છે.આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી શરીરને પડતી અસહ્ય તકલીફોથી છુટકારો મળે છે. જો કે કેટલાક લેભાગુ લોકો તક સાધીને જ બેસતા હોય છે આથી ખરા ખોટાની પરખ બાદ જ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઇએ. રૂદ્રાક્ષને ખુબજ પવિત્ર માનવામાં આવે છે આથી શરીર પર ધારણ કર્યા બાદ કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરો.
Leave a Reply