જલજીરા જે લગભગ નાના મોટા દરેક લોકો એ તેનો ટેસ્ટ કોઈક વાર તો લીધો જ હશે. આજે અમે જણાવીશું જલ્જીરનું ડ્રીંક બનાવવાની રીત અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો. તો ચાલો જાણીએ કોઇ રિફ્રેશમેન્ટ ડ્રિંક લેવું હોય કે ઘરની પાર્ટીમાં ડ્રિંક સર્વ કરવું છે, તો તેમાં માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે જલજીરા તેનો સ્વાદ પણ મજેદાર લાગે છે. સાથે જ પાચન પણ સારી રીતે થાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવવું જોઇએ જલજીરા.
બનાવવાની રીત :
- સૌથી પહેલા ફુદીનો અને લીલી કોથમીરને સાફ કરી ધોઇ લો, સાથે જ આદુને પણ છોલીને ધોઇ લો અને કટ કરી લો.
- હવે મિક્સરમાં લીલી કોથમીર, ફુદીનાના પાન, આદુ, પીસેલું વરિયાળી, ખાંડ, હીંગ, સંચળ અને સાદુ મીઠું મિક્સ કરીને થોડાક પાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો.
- તે બાદ એક જગમાં બે ગ્લાસ ઠંડા પાણી ઉમેરીને તેમા તૈયાર કરેલી પેસ્ટ બરાબર મિક્સ કરી લો.
- તે બાદ લીંબુનો રસ નીચવીને મિક્સ કરી લો.
- જલજીરાને વધારે ચટપટુ બનાવવા માંગો છો તો તેમા સોડા પાણી અને પીસીને કાળામરી પાવડર મિક્સ કરી શકો છો. તૈયાર છે સ્વાદિષ્ટ જલજીરા.
આયુર્વેદ જરાગ્નિને મુખ્ય માને છે. જઠરાગ્નિ મંદ હોય તો કોઇપણ બીમારીને તક મળે. પણ જો જઠરાગ્નિ પ્રદિપ્ત હોય તો કોઇ રોગને સ્થાન ન મળે. માટે આ દિવસોમાં જઠરાગ્નિ સતેજ રહે તેવા ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઇએ.રોગ પ્રતિકારક શકિત વધારવા સુંઠનું ઉકાળેલુ પાણી દિવસમાં બે થી ચાર વખત પીવુ જોઇએ.
આદુ-લીંબુ અને મધનું સરબત જમવાના ૧૫ મીનીટ પહેલા પીવુ, લીલા શાકભાજી, ગલકા, તુરીયા, દુધી, ગુવાર વગેરે પુષ્કળ માત્રામાં લેવા, અગ્નિને જાણીને જમવુ એટલે કે અગાઉ જમેલુ બરાબર પચી ગયુ હોય અને પેટમાં ભુખ લાગી હોય ત્યારે જ જમવુ.લીલા નાળીયેરનું સેવન સારૂ રહે, તુલસી, મરી, આદુ, ફુદીનો કાળી દ્રાક્ષને ઉકાળી તેમાં લીંબુનો રસ ઉમેરી આ ઉકાળો સવારે પીવો.,
હળદર મીઠાના પાણીથી સવાર સાંજ કોગળા કરવા, સવારમાં ઉકાળો લીધા પછી હળદરવાળુ દુધ પીવુ, રાય, મીઠુ વાટીને ગરમ પાણીમાં નાખીને નાસ લેવો, નાના બાળકોને સરસીયુ તેલ, અજમો, કપુર, મીઠુ ગરમ કરી ગાળી સવાર સાંજ છાતી-વાંસામાં શેક કરવો.
Leave a Reply