વ્યક્તિ નુ જીવન ખુબ જ ઝડપી બનિ ગયુ છે. જેના લીધે તે પોતાના સ્વાસ્થ્ય પર પુરતુ ધ્યાન આપી શકતો નથી. જો માણસ પોતાના શરીર પર ધ્યાન આપે તો તેના માટે તે સારૂ રહેશે. તેમજ સાથોસાથ તેને પોતાની ડાયેટ પર પણ વિશેષ ધ્યાન આપવા ની જરૂર છે.જો તે પોતાના ડાયેટ પર ધ્યાન આપે છે તો તેને શરીર મા થતા કોઈ પણ જાત ના રોગો કે તકલીફો થી આરામ બચી શકાય છે.
શરીર મા થતા દર્દ ની તકલીફો વૃદ્ધ વ્યક્તિઓ કરતા નાની વય ધરાવતા યુવાનો મા વધારે જોવા મળી રહી છે. આવી થતી તકલીફો ને તમે પોતાના ડાયેટ પ્લાન મા અંજીર ઉમેરી ને દૂર કરી શકો છો. તમારે સુકાયેલ અંજીર જ ખાવા.આમ કરવા થી તમારા શારીરિક દુઃખાવા ની સમસ્યાઓ દૂર થઈ જશે.અંજીર નુ સેવન કરવુ એ આપણા દેશ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
અંજીર મા ૮૦% પાણી નો ભાગ, ફાઈબર ૨.૩%, કેલ્શિયમ ૦.૦૬%, વસા ૦૨%, કાર્બોહાઈડ્રેટ્સ ૬૩% આ ઉપરાંત તેમા સલ્ફર, પોટેશિયમ અને ક્લોરીન તત્વોનો પણ સમાવેશ થાય છે.આ સુકાયેલા અંજીર મા ખુબ જ વધારે પ્રમાણ મા કેલ્શિયમ રહેલુ છે. જે માનવ શરીર મા રહેલી કેલ્શિયમ ની ઊણપ ને પૂર્ણ કરી માનવીના હાડકાઓ ને ખુબ જ મજબુતાઈ આપે છે.
ગોઠણ ના દર્દ ની સમસ્યા હોય છે તેમણે આનુ સેવન અવશ્ય કરવુ.જે વ્યક્તિઓ મા ઘૂટણ મા દુઃખાવો થવાની તકલીફ હોય છે તેમણે બે થી ત્રણ સુકાયેલા અંજીર નુ અવશ્ય સેવન કરવુ જોઈએ. તેની સાથોસાથ કમર મા દુઃખાવો રહેતો હોય તેમણે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સૂંઠ, ધાણા તથા અંજીર ની છાલ ને સરખા પ્રમાણ મા લઈ તેને વાટી અથવા તો ગ્રાઈન્ડ કરી તેનુ ચૂરણ બનાવી લેવુ
અને તેનુ સેવન કરવુ.અંજીર મા પેક્ટીન નામ નુ દ્રાવ્ય ફાઇબર હોય છે જે કોલેસ્ટરોલ ને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. અંજીરમાં રહેલું ફાઈબર તમારી પાચક શક્તિમા વધારાના કોલેસ્ટ્રોલ ને સાફ કરે છે અને તેને નાબુદ કરવા માટે આંતરડા સુધી લઈને આવે છે. સૂકા અંજીર એકંદરે કોલેસ્ટરોલ ને ઘટાડે છે
કારણ કે તેમાં ઓમેગા -3, ઓમેગા -6 ફેટી એસિડ્સ અને ફાયટોસ્ટેરોલ હોય છે જે બ્લડ પ્રેશરનું નિયંત્રિત કરે છેઆ સાથે જ શરીર મા કુદરતી કોલેસ્ટરોલ ના સંશ્લેષણ ને ઘટાડે છે. તેમા વિટામિન બી 6 પણ શામેલ છે જે શરીરમાં સેરોટોનિન ના ઉત્પાદન નુ કારણ બને છે. આ સેરોટોનિન તમારો મૂડ ને સુધારે છે અને કોલેસ્ટરોલ ને ઘટાડવામા મદદ કરે છે.
Leave a Reply