લવિંગનો ઉપયોગ ભારતીય મસાલાઓમા ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. આપણા રોજિંદા જીવનમા ઘણીવાર આપણે ખોટી જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓનો સામનો કરીએ છીએ.આવી સ્થિતિમા દરેક નાની સમસ્યા માટે દવા લેવી યોગ્ય નથી. તેથી, રોજિંદા થતી આ સામાન્ય સમસ્યાઓનુ નિવારણ ઘરના રસોઇઘરમા હાજર છે.
રસોઈઘરમા હાજર મસાલા એ ફક્ત સ્વાદ માટે જ નહી પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ સારા છે.આ વસ્તુ પણ આમાથી જ એક છે. લવિંગ એ એક મીઠી અને સુગંધિત મસાલા તરીકે જાણીતુ છે પરંતુ, તેનો ઉપયોગ પરંપરાગત દવાઓ બનાવવા માટે પણ થાય છે. આ મસાલાનું સેવન લોકો માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
પુષ્કળ માત્રામા ફાઇબર, વિટામિન અને ખનિજતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા મગજને તેજ અને તમારા હાડકાઓ ને પણ મજબુત બનાવે છે તથા તમારા સ્વાસ્થ્યને પણ હેલ્થી રાખે છે તો ચાલો જાણીએ કે આ મસાલાના સેવનથી આપણા સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં લાભ પહોંચે છે?આ મસાલામા પુષ્કળ માત્રામા ગુણધર્મો સમાવિષ્ટ હોય છે.
જો સુતા પહેલા નિયમિત તેનુ સેવન કરવામા આવે તો આખો દિવસ તમારો તાજગીમય રહે છે અને તમારુ પેટ પણ સવાર થતાની સાથે જ સાફ થઈ જશે. આ સિવાય તેમા પ્રતિરક્ષા વધારવા માટે રોગપ્રતિકારક બુસ્ટર હોય છે, જે તમારા શરીરમા રહેલી નબળાઈની સમસ્યાને દૂર કરે છે.જો તમે તમારા યકૃતની યોગ્ય રીતે કાળજી લેવાની ઇચ્છા રાખો છો
તો પછી પીવાના પાણી સિવાય તમારા ભોજન પર સંપૂર્ણ ધ્યાન આપો. આ વસ્તુમા ઉંચી માત્રામાં એન્ટી-ઓકિસડન્ટ તત્વો સમાવિષ્ટ હોય છે, જે ખાસ કરીને યકૃત ને મુક્ત રેડિકલની અસરોથી સુરક્ષિત કરે છે.આ ઉપરાંત જે લોકોને વારંવાર સામાન્ય શરદી અથવા તાવની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ આ લવિંગનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે
કારણકે, આ મસાલામા પુષ્કળ માત્રામા એન્ટી-ઓકિસડન્ટો સમાવિષ્ટ હોય છે, તે બેક્ટેરિયા જેવા સુક્ષ્મસજીવોના વિકાસને અટકાવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.લવિંગ ખાવાનો એક લાભ એ થાય છે કે, તે ત્વચાની બળતરાની સમસ્યાને દૂર કરવાનો અસરકારક ઉપાય ધરાવે છે.
તેમા પુષ્કળ માત્રામા એન્ટિઇન્ફ્લેમેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે ગળા અને મસૂડોમા થતી સોજાની સમસ્યાને દૂર કરવા માટે પણ અસરકારક સાબિત થાય છે .આ ઉપરાંત લવિંગમા તમને એન્ટી-કેન્સર ગુણતત્વો પણ જોવા મળી શકે છે. એક અભ્યાસમા એવુ જાણવા મળ્યુ છે કે, યુજેનોલ સર્વાઇકલ કેન્સરના કોષોમાં કોષના મૃત્યુને પ્રોત્સાહન આપે છે.
કેટલાક સંશોધન એવુ સૂચવે છે કે, આ મસાલામા જોવા મળતા સંયોજનો કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.આ સિવાય ઘણા લોકોના હાથ અને પગ ધ્રુજતા રહેતા હોય છે. આ સ્થિતિમા જો તમે નિયમિત એક કે બે લવિંગનુ સેવન કરો તો થોડા દિવસો પછી તમારા હાથ અને પગમા થતી ધ્રુજારી બંધ થઈ જશે. આ ઉપરાંત સરદર્દની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ આ લવિંગનો ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
Leave a Reply