વાસ્તુદોષ ને દુર કરવા માટે જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ વાસ્તુ ના તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો વાસ્તુદોષ ને દુર કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર નો ઉપયોગ કરવાથી ઘરની અંદર રહેલ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને આપણા ઘર માં સકારાત્મક ઉર્જા નો પ્રવેશ થાય છે.વાસ્તુશાસ્ત્ર ના નિયમો મુજબ, ઘર નું રસોડું દક્ષિણ કે પશ્ચિમ દિશામાં બનાવવું ન જોઈએ.
આ દિશામાં રસોડું બનાવવું એ એક મોટા વાસ્તુ દોષની નિશાની છે જેના કારણે આ ઘરમાં રહેતા લોકોને પણ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.જો સ્ત્રી સુખી તો ઘરમાં પણ સુખની લાગણી રહે તે સ્વાભાવિક છે. તેથી જ રસોઈઘર પણ યોગ્ય દિશા માં હોય તે જરૂરી છે. જેમ રસોડાની દિશા વાસ્તુના નિયમો દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે
તેવી જ રીતે રસોડામાં શું હોવુ જોઈએ અને શું ના હોવું જોઈએ, તે પણ વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં આ ચાર વસ્તુઓ તો ભૂલથી પણ ખુટવા ના દેવી. જાણો આ ચાર વસ્તુઓ શું છે. વાસ્તુની દ્રષ્ટિએ રસોઈઘર ક્યાં હોય તો તેની કેવી અસર થાય તેના વિશે જણાવીશું. તો ચાલો જાની લોએ એ વસ્તુ વિશે..
લોટ:– લોટ એ રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેનો ઉપયોગ રોજ રોટલી બનાવવા માટે થાય છે. વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર લોટ ક્યારેય રસોડામાં ખુટવા ન દેવો જોઈએ. વાસ્તુમાં લોટ ખુટવાને અત્યંત અશુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ ખામી થાય છે. જેના કારણે સમાજમાં માન-સન્માન ઓછું થાય છે અને પ્રતિષ્ઠા ઘટે છે.
મીઠું:- મીઠાનો ઉપયોગ ખોરાકના સ્વાદ માટે થાય છે. તે રસોડાની ખુબજ મહત્વની વસ્તુઓમાં શામેલ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં મીઠું ખુટવા ન દેવુ જોઈએ. ખરેખર, રસોડામાં મીઠાનો અંત એ અશુભતાને દર્શાવે છે. વાસ્તુનો નિયમ કહે છે કે ઘરે મીઠું નાબૂદ થવાને કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે. આ ખામીને લીધે, ઘરમાં આર્થિક સમસ્યાઓ ઘેરી લે છે.
હળદર:– ળદરનો ઉપયોગ ખોરાકમાં રંગ અને સ્વાદ માટે થાય છે. હળદરનો ઉપયોગ શુભ કાર્યોમાં પણ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં હળદર ખુટી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. ખરેખર, હળદર દેવગુરુ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. રસોડામાં હળદર ખુટી પડે એ ગુરુ ગ્રહની અશુભતાની નિશાની છે. જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરની પ્રગતિ અટકી જાય છે.
Leave a Reply