પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાની સગાઈને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ પણ તેમની સગાઈના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ચાહકો પણ તેમના વિશે વધુને વધુ જાણવા આતુર છે. ખાસ કરીને રાઘવ ચઢ્ઢા વિશે.
તે જાહેર જીવનમાં તો છે પરંતુ લોકો રાઘવ ચઢ્ઢા વિશે વધુ જાણતા નથી. આજે રાઘવ ચઢ્ઢા વિશેની આવી જ એક અજાણી વાત તમને જણાવીએ. શું તમે જાણો છો કે પરિણીતિ ચોપડાના ભાવિ પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેઓ મોડલિંગ પણ કરી ચુક્યા છે? રાઘવ ચઢ્ઢાની રેમ્પ વોકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રાઘવ ચઢ્ઢાએ પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.
View this post on Instagram
રાઘવ ચઢ્ઢા પરિણીતિ સાથે સગાઈ કરતા પહેલા મોડલિંગ પણ કરી ચુક્યા છે. એક વર્ષ પહેલા રાઘવ ચઢ્ઢાએ ‘લેક્મે ફેશન વીક 2022’માં સ્માર્ટ લેધર આઉટફિટમાં રેમ્પ વોક કર્યું હતું. આ વીડિયો રાઘવ ચઢ્ઢાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.
રાઘવ ચઢ્ઢાના મામા જાણીતા ફેશન ડિઝાઈનર છે. તેમનું નામ પવન સચદેવા છે. પવન સચદેવાએ જ રાઘવ ચઢ્ઢાની સગાઈનો ડ્રેસ ડિઝાઇન કર્યો હતો. રાઘવ ચઢ્ઢાએ અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે પવન સચદેવા માટે રેમ્પ વોક કર્યું હતું.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતિની સગાઈ 13 મે 2023ના રોજ નવી દિલ્હીમાં થઈ છે. રાઘવ અને પરિણીતીની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર આજે પણ ધુમ મચાવે છે. હવે ચાહકો આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા છે. બંને આ વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરી શકે છે.
Leave a Reply