જાણો પૂજાની કઈ સામગ્રીથી કેવા લાભ મળે છે અને પૂજા બાદ કઈ રીતે કરવો જોઈએ તેનો ઉપયોગ

પૂજાના સામગ્રીની ગુણવત્તાની બાબતે તો તેઓ એકદમ અજ્ઞાન જ હોય છે. પૂજા, આરતી, જાપ અને વ્રત કરવાથી ભગવાન ની કૃપા ઘર પર બની રહે છે. ઘરમાં નવી ચીજો લાવવાથી ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા ગણાતા ભગવાન કુબેરનો વાસ થાય  છે. પૂજા અને ઉપાસનામાં વપરાતી દરેક પૂજા સામગ્રીનું મહત્વ છે.પૂજા બાદ વધેલી સામગ્રી પણ સુખ સમૃદ્ધિ અને વૈભવ અપાવે છે.

પૂજાની સામગ્રીને મોટા ભાગે વિર્સિજત કરી નાખવામાં આવે છે. આ સામગ્રીને ફેંકવી નહી આ સામગ્રીને ઘરની તિજોરી પૂજા સ્થળ કે મંદીરમાં સંભાળીને વર્ષભર રાખવાથી ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિમાં લાભ મળે છે. પૂજા વિધિમાં વિવિધ પ્રકારની પૂજા સામગ્રી અને તકો ચડાવવામાં આવે છેહિન્દુ ધર્મમાં પૂજા અને કોઈપણ ધાર્મિક વિધિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ છે.

કળશ સ્થાપન વગર ધાર્મિક વિધિઓને પૂર્ણ માનવામાં આવતી નથી. કળશને સુખ, સમૃદ્ધિ, ધન અને મંગળની શુભેચ્છાઓનું પ્રતીક માનવામાં આવે છે. આજે અમે જણાવીશું પૂજાની કઈ સામગ્રી થી કેવા પ્રકાર નો લાભ મળે છે અને પૂજા બાદ કઈ રીતે કરવો જોઈએ તેનો ઉપયોગ. તો ચાલો જાણી લઈએ..પૂજન પછી રક્ષાસૂત્રને ઘરની અલમારી કે દુકાનની તિજોરીમાં બાંધી શકાય છે.

કોઈ પણ દેવી દેવતાનું પૂજન કંકુ વગર અધૂરું છે. પૂજન પછી કંકુને મહિલાઓએ ઉપયોગમાં લેવુ એનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખરીદી હોય , ત્યારે એનું પૂજન આ કંકુથી કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય તેવી માન્યતા છે.ઘરના બારણા પર બાંધી દો. પુષ્પ હાર જ્યારે મુરઝાઈ જાય તો એને કુંડા કે બગીચામાં નાખી દો.

પૂજન પૂર્ણ થતા જે અક્ષત થાળીમાં રહી જાય છે એને ઘરના ઘઉ કે ચોખામાં મિક્સ કરી નાખો. આથી ઘર હમેશા ધન -ધાન્યથી પરિપૂર્ણ રહેશે.એને ઘરની અલમારીમાં કપડાના સાથે રાખો જેથી માતાના આશીર્વાદથી નવા પરિધાન પહેરી શકો અને માતાની કૃપા હંમેશા તમારા પર રહેશે. પૂજન પછી જે ચાંદલા કે મેંહદી રહી જાય છે એને કુમારી છોકરીઓ અને પરિણીત મહિલાઓને લગાવા જોઈએ.

માનવું છે કે આથી કુમારીઓને યોગ્ય વર અને પરિણીત મહિલાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.પૂજન શરૂ કરતા પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરાય છે પ્રતીકાત્મક રૂપથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પાન પર કંકુથી સ્વસ્તિક બનાવીને એના પર ગોળ સોપારી રાખી જનોઈ પહેરાવવામાં આવે છે પૂજન પછી એને લાલ કપડામાં બાંધીને રાખો જેથી ધન સમૃદ્ધિ રહેશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *