ખાવા-પીવાની નાનામાં નાની વસ્તુને મુકવા આજકાલ આના બનેલા કન્ટેનરનો ઉપયોગ થાય છે.આજકાલ માં પોતાના બાળકને પોતાનુ દૂધ પીવડાવાથી અચકાય છે. જ્યારે એમના દૂધની જરૂરિયાત બાળકને સૌથી વધારે હોય છે. માટે કોશિશ કરવી જોઈએ કે ઓછામાં ઓછું 6 મહિના સુધી બાળકને પોતાનું જ ધાવણ આપવું જોઈએ.આયર્લેન્ડના વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિક અથવા પોલીપ્રોપ્લીનની બોટલો વિશે સંશોધન હાથ ધર્યું હતું.
આ સંશોધનની વિગતો નેચર ફૂડ જર્નલ નામના સામયિકમાં પ્રગટ થઇ હતી. સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે આવી બાટલીઓ અત્યંત ઝીણા ઝીણા પ્લાસ્ટિકના કણ છોડે છે જે બાળકના શરીરમાં જાય છે.સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે વાસ્તવમાં દરેક માણસ જાણ્યે અજાણ્યે પ્લાસ્ટિકના અત્યંત ઝીણા ઝીણા કણ લગભગ રોજ શરીરમાં ઊતારતો હોય છે
એનાથી આરોગ્યને થનારા નુકસાન વિશે બહુ થોડા લોકો જાણતા હોય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નક્કી કરેલા ધારાધોરણ મુજબ દૂધ તૈયાર કરીને તેમજ પ્લાસ્ટિકની બોટલ સ્ટરીલાઇઝ્ડકરીને સતત એકવીસ દિવસ સુધી નિરીક્ષણ કર્યું હતું. તમે તો પ્લાસ્ટિકની બોટલ રોજ સાફ કરીને બાળક ને આપો છો, સરસ સાફ થયા પછી પણ બાળક ને નુકશાન કેવી રીતે પહોંચાડી શકે?
ખરેખર, જ્યારે આપડે બોટલમાં દૂધ નાખીએ છે, તો બિસફેનોલ એ એમના થોડા અંશ છોડી દે છે. દૂધમાં ભળવાથી બોટલમાંથી એની જાતે કેમિકલ નીકળવા લાગે છે.આ પ્લાસ્ટિકની બાટલીએ દર એક લીટર દૂધે પ્લાસ્ટિકના 13 લાખથી માંડીને એક કરોડ 62 લાખ માઇક્રોપાર્ટિકલ્સ છોડ્યા હતા જે બાળકના શરીરમાં પ્રવેશતા હતા.જ્યારે આપડે ગરમ દૂધ બોટલમાં નાખીએ છીએ.
ગરમ દૂધ નું તાપમાન વધારે હોય છે, જેના કારણે કેમિકલ એના અંશ વધારે માત્રામાં છોડે છે. એવામાં તમારૂ બાળક પૉલિકાર્બોનેટ પ્લાસ્ટિક માં કઇ ખાય કે પીવે છે. તો એ આંશિક રૂપથી આ કેમિકલ ને લઈ રહ્યું છે. એના કારણે બાળકની તબિયત ખરાબ થય શકે છે. એનું શરીર કમજોર થઈ જાય છે.
પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીતું દરેક નવજાત બાળક પહેલા 12 મહિના દરમિયાન રોજ સરેરાશ પ્લાસ્ટિકના 10.60 લાખ માઇક્રોપાર્ટિકલ્સ ગળી જતું હતું. આમ થવાનાં બે કારણો આ વિજ્ઞાનીઓએ તારવ્યાં હતાં. એક બોટલ સ્ટરિલાઇઝ્ડ કરાય તે અને બીજું કારણ નવશેકું દૂધ. આ બે બાબતો માઇક્રોપાર્ટિકલ્સને છૂટવામાં મદદ કરતા હતા.
Leave a Reply