જો દાંત પીળા થઈ જાય ત્યારે લોકોનું ધ્યાન સૌથી પહેલા તેમના પર જાય છે, પરંતુ પેઢા પર પણ કાળી નજર જાય છે. પેઢા સામાન્ય રીતે ગુલાબી અથવા લાલ રંગના હોય છે, પરંતુ ક્યારેક કોઈ કારણોસર પેઢા કાળા પડી જાય છે. આને કારણે, હસતી વખતે વ્યક્તિને શરમજનક થવું પડે છે અને સાથે આ કાળા પેઢા અનેક રોગોનું ઘર પણ થઇ જાય છે.
દરરોજ બ્રશ કરીએ છીએ છતાં પણ ઘણા લોકોને દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો, લોહી અને સોજો જેવી ખુબ જ સામાન્ય સમસ્યા થતી હોય છે. આપણા દાંતનું બંધારણ માં મિનરલ, વિટામીન એ અને ડી અને કેલ્શિયમની ખાસ ભૂમિકા રહે છે.આજકાલ વ્યસ્ત જીવનશૈલી, મૌખિક આરોગ્ય સંભાળનો અભાવ, આનુવંશિક અને તબીબી પરિસ્થિતિઓને કારણે પેઢા કાળા થઇ જાય છે.
આ સિવાય વધારે મીઠુ ખાવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. શરીરમાં મેલાનિનનું વધુ પ્રમાણ ભેગું થવાને કારણે પેઢાનો રંગ કાળો પડી શકે છે. અમુક ડિપ્રેસનની ભારે દવાઓ, એન્ટિ-ડિપ્રેસન્ટ્સ, મેલેરિયા અને એન્ટિબાયોટિક્સના સેવનથી પણ પેઢા કાળા પડે છે. આ કિસ્સામાં, તમારે તમારા ડોક્ટર સાથે જરૂર વાત કરવી જોઈએ અને ડોક્ટરની યોગ્ય સલાહ લેવી જોઈએ.
ધૂમ્રપાનનું વ્યસન માત્ર પેઢાના કાળાપણાનું કારણ જ નથી બનતું, પરંતુ આ કાળા પેઢા કેન્સર, ફેફસાં, શ્વાસના રોગો, હાર્ટ એટેક, અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે. એડિસન એ એક એવો રોગ છે, જે એડ્રેનલ ગ્રંથીઓને અસર કરે છે. આના કારણે અલગ અલગ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે પેઢાની સાથે શરીરના ઘણા ભાગોમાં કાળી ફોડકીઓ પણ દેખાય છે. તે જ સમયે, તે પ્રતિરક્ષાને પણ નબળી બનાવે છે.
બાળકોમાં આ રોગ મોંમાં થાય ત્યારે બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થાય છે, જેનાથી પેઢાને નુકસાન થઇ શકે છે. આનાથી બચવા માટે, દિવસમાં ૨ વાર બાળકોને બ્રશ કરાવો. દાંત સાફ કરીને પછી બેકિંગ સોડાથી કોગળા કરવા જોઈએ. આહારમાં વિટામિન ડી નું સેવન કરવાથી પેઢાની સાથે સંકળાયેલી દરેક સમસ્યા દૂર થાય છે. જો સમસ્યા વધુ ગંભીર હોય, તો ડોક્ટર જીન્જીવીક્ટોમી સર્જરીની પણ ભલામણ કરી શકે છે. ઋની મદદથી પેઢા પર લવિંગનું તેલ લગાવવું. તે પીડા અને કાળાશ બંનેને દૂર કરશે અને પેઢાને સફેદ બનાવી દેશે.
Leave a Reply