આપણે બધા ને ખ્યાલ જ હશે કે સ્ત્રી અને પુરુષ બંને સાથે હોય તો જ સંસાર ચક્ર ચાલે છે. આપણ ને એ પણ ખ્યાલ હોય છે કે સ્ત્રી એ ખુબ જ સહનશક્તિ ધરાવે છે. સ્ત્રીઓ જયારે પિરિયડ્સ મા હોય અને તે નિયમિત આવતુ હોય તો તેને માસિક ચક્ર અથવા તો માસિક ધર્મ ના નામે ઓળખવા મા આવે છે.
આમ જોવા જઈ એ તો એક તંદુરસ્ત યુવતી ની પિરિયડ્સ ની ચેન ૨૮ દિવસ ની ગણવા મા આવે છે. સામાન્ય રીતે જોઈએ તો સ્ત્રીઓ ના બે માસિક વચ્ચે અંદાજે ૨૮ થી ૩૦ દિવસ નુ અંતર રહેલુ હોય છે. પણ અમુક એવા કારણો પણ હોય છે કે જેના લીધે સ્ત્રી ને પિરિયડ્સ વધુ સમય બાદ આવે છે. એટલે કે તેની આ ચેન મા થોડુક અંતર જોવા મળે છે.
તો ચાલો હવે આપણે જાણીએ કે માસિક ને ઝડપથી લાવવા ના અમુક નૂસ્ખા જે સ્ત્રીઓ ને માસિક મોડા આવે છે તેમણે ગાજર અને બીટ ના રસ નુ સેવન કરવુ જોઈએ. કેમ કે આ રસ ના સેવન થી શરીર મા રહેલ રક્ત ની ઊણપ પણ દૂર થાય છે.એટલા માટે જ જો કોઈ સ્ત્રી મોડા માસિક આવવા ને લીધે સંકોચ અનુભવતી હોય તો તેના માટે આ એક અક્સિર નૂસ્ખો સાબિત થઈ શકે છે.
વધુ મસાલા વાળી વસ્તુઓ : જે સ્ત્રી વધારે મસાલાવાળા ભોજન નુ સેવન કરે છે તેમની તાસિર ગરમ હોય છે.જે માસિક ને અમુક સમય માટે અટકાવી દે છે અને માસિક ની ચેન મા બાધારૂપ બની જાય છે. એટલા માટે જો માસિક ને નિયમિત કરવા હોય તો તમારે મસાલાવાળી વસ્તુઓ નુ સેવન બંધ કરવુ જોઈએ.
છાસ નુ કરો સેવન: કાયમ ને માટે તમારે એક ગ્લાસ છાસ નુ અવશ્ય પણે સેવન કરવુ જોઈએ. છાસ નુ સેવન કરવાથી અનિયમીત માસિક ની સમસ્યા માથી રાહત પ્રાપ્ત થઈ જાય છે.
દ્રાક્ષના જ્યુશ નુ સેવન : જો તમે સવારે તથા સાંજ ના સમયે નિયમિત રીતે દ્રાક્ષ ના જ્યુશ નુ સેવન કરા હોવ તો તમારે અનિયમીત માસિક આવવા ની તકલીફ થી છૂટકારો મળી જાય છે.
અંજીર નુ કરો સેવન : અંજીર ની બે થી ત્રણ લો અને તેને પાણી મા ઉકાળી નાખો.હવે સવાર ના સમયે નયણા કોઠે આ અંજીર વાળા પાણી નુ સેવન કરવાથી ખુબ જ લાભ પ્રાપ્ત થાય છે. આ અંજીર નુ પાણી એ માત્ર માસિક ના દુઃખાવા મા જ રાહત નથી આપતુ પણ તેની સાથોસાથ માસિક ચક્રને પણ યોગ્ય બનાવવા માટે એક સચોટ ઈલાજ ગણવા મા આવે છે.
Leave a Reply