જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક સપના પાછળ એક વિશેષ અર્થ છુપાયેલ હોય છે. કોઈ વ્યક્તિ સ્વપ્નમાં વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ દરેકનો ચોક્કસપણે પોતાનો અર્થ થતો હોય છે. સપના એ ખુબ જ સામાન્ય વાત છે અને આપણા બધાને સપના આવે જ છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ અલગ-અલગ સપનાના માધ્યમથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિશે વર્ણન જોવા મળે છે.
માન્યતા અનુસાર સપના આપણા ભવિષ્યમાં બનનારી દરેક સારી-નરસી ઘટનાઓ વિશે પહેલાથી જ સૂચિત કરે છે.પરંતુ આપણે એ સંકેતોને સમજી નથી શકતા. એવું કહેવામાં આવે છે કે રાત્રે જે સ્વપ્ન આવે છે તે આપણા મનની સ્થિતિનું પ્રતીક હોય છે. ઘણી વાર એવું બને છે કે જેને આપણે ખૂબ જ પ્રેમ કરીએ છીએ તે સ્વપ્નમાં પણ દેખાય છે.
રાતના સપનામાં તમે તમારી પત્નીના પ્રેમમાં હશો અને બીજી બાજુ, જો તમે તમારી પત્ની સાથે ચિંતામાં હોય તો તમે તમારા સપનામાં તમારા વચ્ચે લડતા જોવા મળશે.જો કે આજે અમે તમને આ લેખમાં પતિ-પત્ની સાથે સંબંધિત કેટલાક સપનાનો અર્થ જણાવીશું.સપનામાં પત્નીને જોવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે.
આવા સપના પરિણીત જીવનમાં ખુશી લાવે છે, સાથે સાથે બંને વચ્ચેના સંબંધોમાં મધુરતા પણ લાવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ આવા સપના એ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં તમને તમારા જીવનસાથી તરફથી ખુબ’ પ્રેમ મળશે.માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને સંપત્તિમાં વધારો થશે.જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પત્ની સાથે સૂતો જોવે તો તે ખૂબ શુભ મનાય છે.
જેનાથી પતિ-પત્નીનો સંબંધ મજબૂત બને છે. એટલું જ નહીં, આવું સપનું જોવું શુભ છે અને તે પણ એક સંકેત આપે છે કે આગામી દિવસોમાં તમે બંને કોઈ જગ્યા પર જવાનું વિચારી શકો છો.સપનામાં પત્નીને છૂટાછેડા આપતા જોવું એ અશુભ સંકેત છે.આના કારણે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને સંબંધ બગડવાની પણ સંભાવના છે.
એટલા માટે જો તમારું આ પ્રકારનું સપનું હોય તો તેનો અર્થ એ છે કે તમારી પત્ની સાથેના તમારા સંબંધ લાંબા સમય સુધી સારા રહેશે નહિ અને ટકી પણ નહીં શકે. એટલું જ નહીં જો પ્રેમીઓ પણ બ્રેકઅપનું સપનું જોતા હોય તો તે પણ અશુભ ગણાય છે.એક સપનામાં પત્ની સાથે ફરવા જવાનું સપનું પણ એક મહાન સંકેત છે.
એનો અર્થ એ કે, તમારા બંને વચ્ચેનો બગડતો સંબંધ ધીમે ધીમે સુધરી જશે. જો પરિણીત મહિલાઓ તેમના સપનામાં અંતિમ સંસ્કાર જોવે છે, તો તે અશુભ માનવામાં આવે છે. આવા સપના પતિ-પત્નીમાં ઝઘડા ઉભા કરી છે. ઉપરાંત, તેઓને બાળકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો કે, જો તમને પણ એવું સપનું આવે તો તે તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો.સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં પત્નીને બીમાર જોવું સારું માનવામાં આવે છે.આ સપનાનો સંકેત એવો છે કે તમે આવતા દિવસોમાં સમસ્યાઓથી છૂટકારો મેળવશો. જોકે કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે તેનાથી પત્નીને શારીરિક તકલીફ થાય છે.
સપનામાં પત્નીને બીમાર જોવા સિવાય, તેનું મૃત્યુ થાય એ ખૂબ શુભ છે.સપના શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા સપનામાં મૃત જોતા હોય તો તેની ઉંમર વધે છે.આ મુજબ, જો તમારી પત્ની બીમાર છે અને તમે સપનામાં તેનું મૃત્યુ થતા જોશો, તો તેનો અર્થ એ કે તે ધીમે ધીમે સ્વસ્થ થશે અને સપનામાં પત્ની સાથે શારી-રિક સંબંધ બાંધવા પણ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ કે જીવનસાથી સાથે ધીમે ધીમે પ્રેમ વધતો જાય છે.
Leave a Reply