ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક અવનવું જોવા મળે છે, જેને દર્શકો શો સાથે જોડાઈ રહીને સતત પ્રેમ વરસાવે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે આજે અનુપમાનો કોલેજમાં પહેલો દિવસ છે અને અનુજ પોતે તેને બાઇક પર મૂકવા જાય છે.
અનુજ કહે છે કે કોલેજમાં જે રોમાંસ તે યુવાનીમાં કરી શક્યો ન હતો તે હવે કરશે. બંને બાઇક પર ઘણો રોમાન્સ કરે છે.તે જ સમયે, અધિક અને પાખીનુ રિલેશન તોડવા માટે, બરખા વનરાજને મળે છે અને તેને અધિકની સત્યતા કહે છે.
આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમાની કોલેજનો પહેલો દિવસ છે અને ક્લાસમાં તેનો દરેક સાથે પરિચય થાય છે અને દરેક એક પછી એક પોતાના વિશે જણાવે છે. બીજી બાજુ, બરખા શાહ હાઉસ પહોંચે છે અને વનરાજ અને બીજા બધાની સામે અધિકનુ સત્ય કહે છે. તેં કહે છે કે આગળ અધિકએ અનુપમાને કંટ્રોલમાં રાખવા માટે પાખી સાથે પ્રેમ કરવાનુ નાટક કર્યું હતું..
બા ગુસ્સામાં કહે છે કે હવે તે કેમ કહેવા આવી છે.. તને પણ દીકરી છે થોડીતો શરમ આવી હશે કે નઈ તને?? બરખા કહે છે કે અધિકની રહેણીકરણી ઘણી અલગ છે અને તે હંમેશા છોકરીઓથી ઘેરાયેલો રહે છે. તેણી કહે છે કે અનુપમાને પણ આ વિશે ખબર હતી પરંતુ તેણે કોઈને કેમ કહ્યું નહીં.
પાખી બરખાની વાર્ત સાંભળે છે અને અધિકનો બચાવ કરે છે અને કહે છે કે અધિકએ તેને પહેલેથી જ બધું કહી દીધું છે. બા કહે છે કે બધું જાણ્યા પછી પણ તું તેના પાછળ પાગલ છેં?? પાખી કહે છે કે ગમે તે થાય, તે અને અધિક લગ્ન કરશે.
પાખી સીધો જ અધિકને ફોન કરે છે અને ગમે તેમ કરીને લગ્નની વાત કરે છે. અધિક પાખીને સમજાવે છે કે જે થશે તે સારું થશે. બીજી તરફ અનુપમા શાહ હાઉસમાં શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ છે.
Leave a Reply