પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિ રહે, કોઈ મુશ્કેલીઓનો સામનો તેને કે તેના પરિવારના સભ્યોએ ના કરવો પડે દરેક માણસ એવું ઈચ્છે, જેના માટે થઈને વ્યક્તિ મહેનત પણ કરતો હોય છે.વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક એવી વસ્તુઓ જેને ઘરની સામે રાખવાથી આર્થિક નુકસાનની સાથે પૈસાની પણ ખોટ થવા લાગે છે.વાસ્તુ માં ન ફક્ત ઘર ની અંદર રહેલી વસ્તુ પરતું ઘર ની આસ પાસ રહેલી વસ્તુ થી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ થવા પર ઘરમાં રહેતા લોકો ની શારીરિક, આર્થિક, માનસિક અને પારિવારિક જીવન ની પરેશાની માં વધારો થાય છે.
- મુખ્ય દરવાજા ની સામે અને આસપાસ પથ્થરો નું જમા થવું પણ વાસ્તુ વિજ્ઞાન અનુસાર અનુકુળ માનવામાં આવતું નથી. એનાથી જીવન માં તરક્કી ની દોડ ઓછી થઇ જાય છે. એટલા માટે ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા સામે પથ્થરો નો ઢગલો પડેલો ન હોવો જોઈએ.
- ઘરની સામે ક્યારેય પણ કાંટા વાળા છોડ અથવા દૂધ નીકળતો છોડ ન લગાવવો જોઈએ. એનાથી પરિવાર ના સદસ્યો ની વચ્ચે પણ મતભેદ વધે છે.
- ઘરની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો જલ્દી જ એને દુર કરાવવું જોઈએ. ક્યારેય પણ ઘરની સામે ગંદુ પાણી જમા થવું ન જોઈએ. ઘર ની સામે ગંદુ પાણી જમા થવાથી ધન અને માન સન્માન માં ખામી આવે છે.
- ઘરની આગળ કચરાપેટી રાખવી વાસ્તુ માં અશુભ માનવામાં આવ્યું છે. એનાથી પરિવાર ના સદસ્યો ને ગંભીર બીમારીઓ થવા લાગે છે અને ઘર માં કંગાળી ઘર કરવા લાગે છે. જેથી ક્યારેય કચરાપેટી ને ઘરની આગળ ન રાખવી જોઈએ.
- ઘરની આગળ વધારે પડતા મોટા વૃક્ષ ન હોવા જોઈએ. એનાથી ઘર માં સકારાત્મક ઉર્જા ઓછી આવે છે અને કામ માં વારંવાર અસફળતા મળે છે. જેથી ઘરમાં કંગાળી આવી શકે છે. એટલા માટે એ ખાસ ધ્યાન માં રાખવું કે ઘર ની આગળ વધારે મોટા ઝાડ ન હોય.
Leave a Reply