જ્યારે પણ કોઈ ના ઘરે શુભ પ્રસંગ આવેલ હોય ત્યારે સ્ત્રી જેવા નજરે ચડતા અમુક લોકો તાળીઓ વગાડતા વગાડતા આવતા હોય છે અને તમે તેને જોતા જ તેને ઓળખી જાવ છો કે આ પાવૈયા છે. આપણે આવા વ્યક્તિઓ ને કિન્નર, છક્કા, પાવૈયા એવા ઘણા નામથી ઓળખતા હોય છે. જ્યારે તેઓ તમારા કોઈ શુભ પ્રસંગે આવેલ હોય ત્યારે તે પૈસા ની માંગણી કરે છે અને
તમે તેની સાથે વધારે ચર્ચા કરતા નથી હોતા અને તેને પૈસા આપી દેતા હોવ છો. વાસ્તવિકતા મા આપણા સમાજ મા ખાસ કરી ને હિંદુ ધર્મમા પાવૈયાઓ ને ખુબ જ વધારે સન્માન આપવા મા આવે છે.આટલુ જ નહિ જો પાવૈયાઓ તમારા થી ખુશ થઈ ને જતા હોય તો તમને ખુબ જ સારા આશિર્વાદ આપે છે કે જે તમારૂ ભાગ્ય બદલી નાખે છે
જો તે નાખુશ થઈ ને જાય તો તેની બદદુઆ એ તમારા માટે સંકટોનુ કારણ બની જાય છે અને તમે દુઃખો મા સંપડાયેલા રહો છો.આયુર્વેદ ચિકિત્સાની પદ્ધતિ મા જણાવ્યા અનુસાર વીર્ય ની વધારે માત્રા પુત્ર તથા રજ ની વધારે માત્રા એ પૂત્રી જન્મ નુ કારણ બને છે. પણ જો જન્મ લેનાર બાળકમા વીર્ય તથા રજ નુ પ્રમાણ સરખુ નજરે આવે તો તે બાળક પાવૈયા રૂપે જન્મે છે.
પ્રાચિન શાસ્ત્રો તથા ગ્રંથ મા પણ આ પાવૈયા નો નિર્દેશ કરવા મા આવેલ છે. રામાયણ ના સમકાલીન ગ્રંથો મા તેઓ ને સ્વર્ગલોક મા રહેવા ની અને નૃત્ય કરવુ, ગાવુ, સંગીત વાદન જેવી કળાઓ મા મહારથી ના નામથી બિરદાવવા મા આવતા. મહાભારત ના સમયે પણ અર્જુન પોતાના અજ્ઞાતવાસ દરમિયાન એક પાવૈયા નુ રૂપ લે છે તેનો પણ ઉલ્લેખ છે.
આપણા સમાજ મા પાવૈયાઓ ને મંગળકારી ગણવા મા આવે છે. એટલા માટે જ ઘર પર કોઈ પણ શુભ પ્રસંગ હોય લગ્ન હોય, બાળક નો જન્મ થયો હોય કે બીજા કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે પાવૈયાઓ ને માન ભેર આમંત્રણ આપવામા આવે છે અને તેના આશિર્વાદ મેળવે છે. પણ ઘર મા કોઈ અશુભ ઘટના થઈ હોય ત્યારે તેને બોલાવાતા નથી.
બુધવાર ના દિવસે તમારે કોઈ પણ પાવૈયા ને નાણા આપી તેની પાસે થી સિક્કો લઈ લેવો અને તેને પોતાના વોલેટ મા મુકી દેવો. અને એ વાત નુ ધ્યાન રાખવુ કે આ સિક્કો એ તમે આપેલા પૈસા માથી ન આપે. જ્યા સુધી તેમણે આપેલ સિક્કો એ તમારી પાસે તમારા વોલેટ મા રહેશે ત્યા સુધી તમારે કોઈ પણ જાતની નાણા ને લગતી સમસ્યા નહી થાય અને તમારા પૈસામા વધારો થશે.
અને એવી પણ માન્યતા જોવા મળે છે કે જો કોઈ ને પણ આ પાવૈયાઓ શ્રાપ આપી દે છે તો તેનો નાશ થવો એ નિશ્ચિત ગણાય છે. એટલા માટે જ ઘર ના વડીલો આપણ ને એવુ કહેતા હોય છે કે તમારે ક્યારેય પણ કોઈ પાવૈયા નુ અપમાન કરવા નુ નથી અને તેનૂ બદદુઆ લેવા ની નથી. પણ તેની દુઆ પ્રાપ્ત કરવા ની છે.
Leave a Reply