શિયાળાની ઋતુમાં ગાજરનુ શાક ખાવાનું લોકો ઘણું પસંદ કરે છે પરંતુ દરરોજ કાચા ગાજર ખાઓ કે તેનો જ્યુસ પીવાથી તમારી ઘણી હેલ્થ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે.ગાજર આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઔષધિય ગુણોથી ભરપૂર ગાજરનું સેવન શિયાળામાં ખૂબ ફાયદાકારક હોય છે.કાચા ગાજર નિયમિત રીતે ખાવાથી અથવા તેનો રસ પીવાથી તમે તમારા શરીરને ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો.
ગાજરમાં ઘણી બધી ઔષધીય ગુણધર્મો હોય છે, જે આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.અમે તમને જણાવી દઈએ કે શિયાળમાં ગાજર ખાવાના અલગ જ ફાયદા છે. તેનાથી તમને શિયાળામાં આરામ રહે છે. શિયાળામાં દરરોજ ગાજર કે તેનો જ્યુસ પીવાથી તમારું શરીર ગરમ રહે છે. તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે.
- ગાજરમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોયછે. ગાજરમાં ફાઈબર હોવાથી તે વજન ઘટાડવામાં ઉપયોગી છે સાથોસાથ તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શરીરમાં કોલેસ્ટ્રોલનુંપ્રમાણ પણ ઘટાડે છે.
- રોજ સવારે ખાલી પેટ પર અડધો ગ્લાસ ગાજરના રસમાં પાલકનો રસ નાખો અને ત્યારબાદ તેમાં શેકેલી જીરું, કાળા મીઠું નાખીને પીવો. તેનાથી શરીરની નબળાઇ દૂર થાય છે.
- જો તમને પેટની સમસ્યા હોય છે, તો આ માટે ગાજરના રસમાં લીંબુનો રસ અને પાલકનો રસ નિયમિત રીતે પીવો, તેનાથી પેટ સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
- ગાજરમાં કેલ્શિયમ પેક્ટીન ફાઇબર, વિટામિન એ, બી અને સી વધુ પ્રમાણમાં હોય છે જે કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરીને હૃદયરોગના રોગોનું જોખમ ઘટાડે છે.
- ગાજરમાં રહેલાં સત્વો આમ પણ આ સીઝનમાં શરીર માટે હેલ્ધી ગણાય છે. એવામાં ડિઝર્ટમાં જો ગાજરનો હલવો ખાવામાં આવે તો એ સ્વાદ સાથે હેલ્થ પણ જાળવે છે. ભારોભાર ઘી અને કાજુ-બદામવાળો હલવો જો યોગ્ય માત્રમાં ખાવામાં આવે તો કૅલરીની ચિંતા કરવાની જરૂર નહીં પડે.
Leave a Reply