ટીવી શો ‘અનુપમા’ આ દિવસોમાં ટીઆરપીની યાદીમાં નંબર વન પર પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. આ શોના ટ્વિસ્ટ અને ટર્ન લોકોને ખૂબ જ પસંદ આવે છે. પુખ્ત હોય કે બાળકો, દરેકને આ શો સાથે વિશેષ લગાવ હોય છે.
પરંતુ શોમાં ખૂબ જ સરળ અને નિર્દોષ દેખાતા પાત્રો વાસ્તવિક જીવનમાં તદ્દન અલગ અને શાનદાર છે, જેમ કે અનુપમાની મોટી વહુ કિંજલ એટલે કે નિધિ શાહને લો.
શો ‘અનુપમા’ માં શાહ પરિવારની વહુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નિધિ શાહ વાસ્તવિક જીવનમાં એકદમ શાનદાર છે અને તેની એક ઝલક તેના સોશિયલ મીડિયા પર સ્પષ્ટ દેખાય છે. અભિનેત્રી પણ તેના જીવન વિશે ખુલીને વાત કરે છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં પોતાની લવ લાઈફનો ઉલ્લેખ કર્યો હતો.
તેણીએ કહ્યું હતું કે તેણીને શાળામાં આઠમા ધોરણ દરમિયાન એક છોકરા પર ક્રશ થયો હતો અને દસમા ધોરણ પછી તેણે તેના મિત્રના ઘરની અગાસી પર તેના ક્રશને કિસ પણ કરી હતિ. નિધિ ને તેની વાસ્તવિક ઓળખ ટીવી સિરિયલ ‘તુ આશિકી’ થી મળી,
ત્યારબાદ નિધિએ ‘કવચ’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ જેવા શો પણ કર્યા. અત્યારે ટીવી સિરિયલ ‘અનુપમા’માં નિધિ ખૂબ સારી લાગી રહી છે. તે આ સિરિયલમાં અનુપમાના મોટા પુત્ર પરિતોષની પત્નીની ભૂમિકા ભજવી રહી છે.
Leave a Reply