કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની કરાઈ ધરપકડ, રત્નાગિરી કોર્ટે ફગાવી જામીન અરજી, કરાશે કોર્ટમાં રજૂ…

જન આશીર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ માટે આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે ‘થપ્પડ’ થી તેને મારી નાખવાની વાત કરી હતી.

રાણેના આ નિવેદન બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે. જે બાદ આજે નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા માટે ચિપલૂન જઈ રહી છે. નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેએ નારાયણ રાણેની ધરપકડનો આદેશ આપ્યો છે, જે બાદ પોલીસ ટીમ ત્યાં જવા રવાના થઈ છે.

દીપક પાંડેએ જણાવ્યું હતું કે જે રીતે નારાયણ રાણેએ મુખ્યમંત્રીને લઈને નિવેદન આપ્યા બાદ ફરિયાદ આવી હતી, તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FIR નોંધવામાં આવી હતી અને નાસિક પોલીસની એક ટીમ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા ગઈ છે. તેમણે કહ્યું કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન નારાયણ રાણેને કોર્ટમાં રજૂ કરીને કરવામાં આવશે.

બીજી તરફ શિવસેનાના કાર્યકરોનો ગુસ્સો પણ નારાયણ રાણે પર જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાની તસવીરો પણ સામે આવી છે. આરોપ છે કે શિવસેનાના કાર્યકરોએ આ પથ્થરમારો કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

જુહુમાં યુવા સેનાના કાર્યકરો અને નારાયણ રાણેના સમર્થકો, ભાજપના કાર્યકરો સામસામે આવ્યા હતા. તરત જ, યુવા સેનાના કાર્યકરો અને નારાયણ રાણેના સમર્થકો એકબીજા સાથે અથડાયા. બંનેના કાર્યકરોને આક્રમક થતા જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો.

યુવા સેનાના કાર્યકરોએ રાણેના સમર્થકો પર ટિપ્પણી કરતા કહ્યું કે બાળાસાહેબ ઠાકરે નારાયણ રાણેને ચિકન ચોર કહેતા હતા. આ પછી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના સમર્થકો ગુસ્સે ભરાયા. બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું છે કે તેમની ધરપકડના આદેશ અંગે કોઈ માહિતી નથી. ધરપકડના સવાલ પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું કે માહિતી વગર હું કશું નહીં કહું. નારાયણ રાણેએ કહ્યું છે કે જે મને આવો સવાલ પૂછશે, હું તેની સામે FIR દાખલ કરીશ.

હું જીણોમોટો માણસ નથી, હું કેન્દ્રીય મંત્રી છું. મારી જવાબદારી આવે છે, હું મીડિયાનો આદર કરું છું, તેથી હું જવાબ આપી રહ્યો છું. રાણેએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *