મેથી નો ઉપયોગ જડી બુટ્ટી ના રૂપ માં થાય છે કારણ કે મેથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આપણા સ્વાસ્થ્ય માટે મેથી દાણા અને લીલી મેથી બંને ખુબજ ફાયદા કારક છે. મેથી સ્વાદ માં થોડી કડવી હોય છે મેથી નો ઉપયોગ સબ્જી અથવા પરાઠામાં કરવામાં આવે છે. મેથી માં તાંબુ, પોટેશિયમ, કેલ્શિયમ, લોહા, જસત, મેગેનીઝ, જેવા ખનીજ તત્વો હોય છે.
મેથી કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે, તેમાં લિપો પ્રોટીન હોય છે જે કોલેસ્ટ્રોલ નું સ્ટાર ઓછુ કરવામાં મદદ કરે છે. મેથીમાં ભરપુર માત્રામાં વિટામીન હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક હોય છે.
લીલી મેથીનું શાક આપણા હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલ ગેલેક્તોમનેન ની ઉપસ્થિતિ હોય છે જે હૃદય માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. મેથીમાં પોતેશીયમની ઉચ્ચ માત્રા હોય છે જે રક્ત સંચાર ને નિયંત્રિત કરે છે.
તેમાં એમીનો એસીડ હોય છે જે ઇન્સુલીન વધારે છે. અને તેથી તે શુગર લેવલ નિયંત્રણ માં રાખે છે.મેથી પેટ માટે રામબાણ ઈલાજ છે. મેથી નું શાક ખાવાથી પેટ સાફ રહે છે. અપચાની સમસ્યા નથી રહેતી. મેથી આપણને સ્વસ્થ રાખવામાં મદદ રૂપ સાબિત થાય છે.
મેથી શરીર ના દુઃખાવા અને ગઠીયા રોગ માટે ફાયદાકારક છે, મેથી દાન માં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે, જે શરીર ના દુખાવામાં રાહત આપે છે. પ્રોટીન, ફાઈબર, વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. જે આપણા શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવે છે.
Leave a Reply