કેન્દ્ર સરકાર કોરોના વાયરસ મહામારી સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહી છે. લોકોમાં રસીની જાગૃતિ અને પ્રમોશન વધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
દરમિયાન, પ્રખ્યાત કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડમાં, લોકોને કોવિડ રસી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. શોની પ્રશંસા કરતા, તેમણે લોકોને રસીકરણ અભિયાનને મોટી સફળતા અપાવવા હાકલ કરી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રખ્યાત કલાકારો લોકોને કોવિડ રસી મેળવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
कोरोना को हराना है, तो वैक्सीनेशन कराना है।
आइए ‘तारक मेहता का उल्टा चश्मा’ के हमारे प्रसिद्ध टीवी कलाकारों की अपील को और अधिक लोगों तक पहुंचाएं, टीका लगवाएं, और देश को सुरक्षित बनाएं। pic.twitter.com/Q4sF7gJYch
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 21, 2021
વીડિયો શેર કરતાં મનસુખ માંડવિયાએ કેપ્શનમાં લખ્યું, ‘જો તમે કોરોનાને હરાવવા માંગતા હો, તો તમારે રસી લેવી પડશે. ચાલો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અમારા પ્રખ્યાત ટીવી કલાકારોની અપીલ વધુ લોકો સુધી લઈ જઈએ, રસીકરણ કરાવીએ અને દેશને સુરક્ષિત બનાવીએ.’
ઘણા લોકો હવે આરોગ્ય મંત્રીના ટ્વિટને રીટ્વીટ કરી રહ્યા છે, જ્યારે લોકોએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ અને કલાકારોની પણ પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 57,22,81,488 લોકોને રસીની આપવામાં આવી છે.
દરમિયાન, શુક્રવારે, વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કોવિડ રસી પણ ભારતમાં મંજૂર કરવામાં આવી હતી. અમદાવાદ, ગુજરાત સ્થિત ઝાયડસ કેડિલા નામની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા વિકસિત ઝાયકોવ-ડી રસી 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે.
Leave a Reply