ઘણા લોકો માનસિક તણાવને દુર કરવા માટે અનેક ઉપાયો અજમાવતા રહે છે. જે રીતે આપણને આપણું શરીર સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે, તેવી જ રીતે આપણે આપણાં મગજને પણ તંદુરસ્ત બનાવી રાખવાની ઘણી જરૂર હોય છે.મગજની યાદશક્તિ વધતી ઉંમર સાથે ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઘણા લોકો એવા હોય છે જે તણાવને બહુ જ સરળતાથી સહન કરી લે છે, અને અમુક લોકો એવા હોય છે, જે તણાવને બિલ્કુલ પણ નથી સહન કરી શકતા.વધતા તણાવ નો પ્રભાવ તેમની મનોદશા કાર્ય અને અહીં સુધી કે સંબંધો પર પણ પડવા લાગે છે જો તમે ઈચ્છો છો કે તમે પોતાના તણાવ થી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો.
જો તમે પોતાના માનસિક તણાવ થી છુટકારો મેળવવા માંગો છો તો તેના માટે સૌથી સરળ ઘરેલું ઉપાય યોગ સાધના છે. તો ચાલો જાણી લઈએ વ્યાયામ વિશે…નિયમિત કસરત કરવી તે તમારા શારીરિક અને માનસિક એમ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. તમે સવાર ના સમય એ દરરોજ નિયમિત રૂપ થી યોગ સાધના કરો
તેનાથી તમારા શરીર માં તાજગી અનુભવ થશે અને તમારું શરીર પણ રોગો થી દુર રહેશે.નિયમિત વ્યાયામ કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો, જેની સીધી અસર તમારા મગજ અને વિચારવાની ક્ષમતા પર પડે છે. આ સાથે જ તમે હંમેશા એક્ટિવ રહી શકો છો. જે તમારા માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ દર્શાવવાનું કામ કરે છે
અને તમને અલ્ઝાઇમર રોગનો ખતરો પણ ઓછો રહે છે. રાત્રે ૭ થી ૯ કલાક માટે આરામ કરવા દેવો. ન્યૂરોલોજિસ્ટ એક્સપર્ટ્સની સલાહ છે કે ઊંઘ સૌથી જરૂરી છે જે તમારા મગજને રીસેટ કરીને તેને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે. જે મગજના થાકને દૂર કરે છે અને એને સૌથી શ્રેષ્ઠ ઉપાય માંથી એક ઉપાય માનવામાં આવે છે.સ્વસ્થ જીવન પ્રાપ્ત કરવા માટે જરૂરી છે,
તમારે હંમેશા હેલ્ધી ડાયેટની આદત રાખવી. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજન લેવો, સંતૃપ્ત ચરબી ઓછી, વધારેમાં વધારે ફળ નું સેવન અને પત્તાદાર લીલી શાકભાજીઓનું સેવન કરવું, જેમાં પોષક તત્વોનું ભરપૂર પ્રમાણ હોય છે. મલ્ટી ગ્રેઇન લેવું, જે તમારા મસ્તિષ્કને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
Leave a Reply