યોગાસન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ઘણા ફાયદાઓ થાય છે. યોગસન એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સંતુલનને પણ નિયંત્રિત કરે છે.યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. યોગના હેતુ વિવિધ પ્રકારના હોય છે.
લોકો સ્વાસ્થ્ય સુધારવાથી લઈને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ સાધના કરતાં હોય છે.મોટાભાગના લોકો તો એવા છે કે જેમને માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાનો સમય કે ઇચ્છા પણ નથી હોતી. નાનીનાની વાતે પરેશાની થતી હોય, ખૂબ સ્ટ્રેસ આવી જતો હોય તો લોકો તેને અવગણી નાખતા હોય છે, થાય કોઇક વાર એવું પણ થાય, આ સર્વસામાન્ય સ્ટેટમેન્ટ છે.
આજે પણ ડિપ્રેશનને લોકો પાગલપનમાં ગણી લેતા ખચકાતા નથી, અથવા તો તેનાથી ડરી જાય છે, ખરેખર આવું કરવાને બદલે તેને ઠીક કરવાની જરૂર છે.આપણે એવા પણ પ્રયત્ન કરવા જોઇએ કે માનસિક સ્વાસ્થ્ય ખરાબ ન થાય અને તમે વિકટ પરિસ્થિતિમાં પણ તણાવથી દૂર રહી શકો. આ માટે યોગાસન ખૂબ મદદરૂપ થાય છે.
માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે અમુક યોગાસન ખૂબ મદદરૂપ થાય છે. આ આસનથી શું શું ફાયદા થશે તેની પર એક નજર કરીએ.જે લોકોને એ.ડી.એચ.ડી જેવા વિકાર છે તેમણે હંમેશાં યોગ કરવા જોઇએ. તેનાથી મગજને જરૂરી વાતમાં ફોકસ કરવામાં મદદ મળે છે, તેનાથી શરીરને આરામ મળે અને મન શાંત રહે છે.
જેને એ.ડી.એચ.ડી એવી માનસિક બીમારી છે જે થવાથી મગજ કોઇ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું, તે મગજને સતત વિચલિત રાખે છે. યોગાસનની મદદ લેવાથી આ રોગમાંથી મુક્તિ મળે છે.બદલાતી જીવનશૈલી સાથે લોકો ઘણા ફેરફારોમાંથી પણ પસાર થાય છે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે
આ સ્થિતિમાં દરેક અન્ય વ્યક્તિને મોટી સમસ્યા હોય છે, વધતું વજન. જો કે, આ સમસ્યાનું સમાધાન ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે તમારી હેલ્થ માટે થોડો સમય આપો અને યોગસન કરો તમને વજન ઘટાડવામાં મદદ કરશે.શારીરિક વ્યાયામથી મગજમાંથી અમુક રસાયણ ઉત્પન્ન થાય છે. તે રસાયણ માણસના મૂડને સંતુલિત રાખે છે.
યોગ કરવાથી માનસિક રીતે માણસ શાંત રહે છે, મન શાંત હોય તો માણસ એકાગ્ર પણ બની શકે છે, એ જ રીતે મગજ અને મન શાંત હોય તો મૂડ પણ સારો રહે છે.યોગમાં ધ્યાન અને શ્વાસનો સમાવેશ વ્યક્તિની માનસિક સુખાકારીને સુધારવામાં મદદ કરી શકે છે. “નિયમિત યોગાસનથી માનસિક સ્પષ્ટતા અને શાંતિ મળે છે.
શરીરની જાગૃતિ વધે છે અને તણાવથી રાહત તથા મનને હળવું કરે છે. તણાવ દૂર કરવા માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાન એ અસરકારક રીતો છે. યોગ શરીરને તાણ અને હાનિકારક પદાર્થોથી મુક્ત કરે છે.યોગ મગજને શાંત રાખવાની સાથે સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. મોટેભાગે ચિંતાને કારણે આત્મવિશ્વાસ પણ ઘટી જતો હોય છે.
Leave a Reply