આજે જ કરાવો કોરોના રસીકરણ, મળી શકે છે ભેટ

સરકાર સાથે અનેક પ્રકારની સેવાભાવી સંસ્થાઓ પણ કોરોના રોગનું સંક્રમણ રોકવા માટે સતત ચિંતા કરી રહી છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા કોરોના ની રસી નું વ્યક્તિને રસીકરણ કરવું અતી અનિવાર્ય છે.ત્યારે રસીકરણ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અનેક પ્રકારના લોકો દ્વારા અનેક ઉપાયો કરવામાં આવતા હોય છે.

વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે કોરોના નું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. આ રસીકરણ અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ ની સંસ્થાઓ જેવી અનેક પ્રકારની શૈક્ષણિક તેમજ સેવાભાવી સંસ્થાઓ ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થાઓ મુસ્લિમ સંપ્રદાય ની સંસ્થાઓ અને અનેક પ્રકારની સેવાભાવી સંસ્થા દ્વારા વેક્સિનેશન ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.અનેક પ્રકારના રાજ કારણી લોકો દ્વારા તેમના વિસ્તારમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહેલું છે.

અલગ અલગ પ્રકારની વાડી અને સમાજ પ્રમાણે પણ કોરોના નું વેક્સિનેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વેક્સિનેશન કાર્યક્રમમાં લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે.સતત કોરોના સંક્રમણ વધ્યું છે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે લોકોમાં કોરોનાની વ્યક્તિ અંગે ખૂબ જ વધારે જાગૃતિ પ્રાપ્ત થાય તે માટે રાજકોટના સોની સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

તેમાં સોની સમાજ દ્વારા કોરોનાની વ્યક્તિનું જાગૃતિ કરણ માટે એક અલગ જ પ્રકારનો વિચાર આપવામાં આવ્યો છે.કોરોનાની વેક્સિન ના બે દિવસના કેમ્પ દરમિયાન વ્યક્તિને વેક્સીન આવનાર દરેક મહિલાને એક સોનાની ચૂંક અને પુરુષોને ઇલેક્ટ્રોનિક બલેન્ડર ભેટમાં આપવાની શક્યતા આપવામાં આવશે અને આ તકનો લાભ લેવા માટે સોની સમાજ રાજકોટમાં ખૂબ જ વધારે ભીડ જોવા મળી હતી

આ કેમ્પમાં સોની સમાજના બે હજાર કરતાં પણ વધુ લોકોએ આ અનોખી ઓફરનો લાભ લઇ અને કોરોનાની વેક્સિન નું રસીકરણ કરાવી લીધું છે. રાજકોટમાં રહેતા અને સોની સમાજ ના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 3 અને 4 એપ્રિલના રોજ એક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો

રાજકોટ સિવિલ હોસ્પિટલની ત્રણ નર્સ દ્વારા આશરે 3 એપ્રિલના રોજ ૮૦૦ જેટલા લોકોને અને ૪ એપ્રિલના રોજ ૫૦૦ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી હતીઆ કૅમ્પની ભવ્ય સફળતા બાદ ૬ એપ્રિલના રોજ પણ આ કેમ્પ લંબાવવામાં આવ્યો હતો. આમ આ કેમ્પમાં અલગ-અલગ પ્રકારના રાજકીય આગેવાનો સંસ્થાના હોદ્દેદારો તે ઉપરાંત અલગ અલગ સમિતિના ચેરપર્સન કોર્પોરેટરો અને અલગ-અલગ રાજકોટના મહાનુભાવો હાજર રહ્યા હતા

સોની સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આવનારા સમયમાં આ પ્રકારની અનેક ઓફરો લાવવા માટે અને કોરોનાની વેક્સિનેશન દરેક વ્યક્તિને આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તે ઉપરાંત દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે પણ તે પ્રયત્ન કરી રહ્યા છે.દરેક લોકો કોરોનાની મહામારી માં પોતાના સ્વાસ્થ્ય પૂરતો ખ્યાલ રાખે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે કામ વગર ઘરની બહાર નીકળે

ખૂબ જ અગત્યનું કામ હોય તો જ કરતી બહાર નીકળે તે પણ જાણકારી આપી રહ્યા છે. આમ સોની સમાજની આગવી ચાલ ના કારણે સોની સમાજના આશરે ત્રણથી ચાર હજાર લોકોએ ફક્ત બે દિવસમાં વેક્સિન લેવાનું કામ કર્યું છે. સોની સમાજના ઉપક્રમે કોરોના વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *