આ વસ્તુનું સેવન કરવાથી લોહીના ખરાબ પરિભ્રમણથી થતી અનેક સમસ્યામાંથી તમે બચી શકો છો.

આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે.આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક દવામાંથી આજે અમે કેટલીક ખાસ-ખાસ દવાઓ વિશે જણાવવા માગીએ છીએ જેનો તમે જે-તે રોગમાં ઉપયોગ કરી શકો છો.ઘણી વાર એવું બનતું હોય છે કે તેનાથી આ અંગને ગંભીર નુકસાન પણ થાય છે.

આટલું જ નહીં બ્લડ સરક્યુલેશન બરાબર ન થતું હોય તો ત્વચાની તકલીફ, હેર ફોલ, થાક લાગવો, માંસપેશીઓનો દુખાવો વગેરે સમસ્યા પણ થઇ શકે છે.લોહીના પરિભ્રમણમાં જો ગડબડ સર્જાય તો કઇ કઇ તકલીફ થઇ શકે તે જાણી લઇએ. લક્ષણો હાથ-પગમાં સોજો ચડવા લાગે, માંસપેશીઓ તેમજ સાંધાનો દુખાવો, થાક લાગ્યા કરે, કબજિયાતની તકલીફ, આવી અનેક તકલીફ થઇ શકે છે.

આ તકલીફ ન થાય તે માટે તેમજ શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખું રહે તે માટે કયાં ખાદ્યપદાર્થ મદદરૂપ થઇ શકે તે વિશે જાણી લઇએ. લસણ લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે.એવી જ રીતે લસણમાં ઇસિલિન હોય છે

તેમજ તેની અંદર સલ્ફરની માત્રા પણ સારી એવી હોવાથી રોજ લસણ ખાવાથી રક્ત પરિભ્રમણની સમસ્યામાંથી છુટકારો મળે છે. હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોએ તો ખાસ લસણની કળીનું સેવન કરવું જોઇએ.તે લોહીના પરિભ્રમણને ઠીક કરતું હોવાથી બીપીની સમસ્યામાં રાહત મળશે તેમજ હાર્ટ પણ તંદુરસ્ત રહેશે.

એવાકાડો જે લોકો શાકાહારી છે તેમના માટે આ ફળ ખૂબ લાભદાયી છે. તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનને વધારીને તેનું પરિભ્રમણ પણ મજબૂત બનાવે છે.ઓમેગા ૩ ફેટી એસિડ વધારે પ્રાણીઓમાંથી બનતી વસ્તુમાંથી મળતું હોય છે, તેથી શાકાહારી લોકો માટે એવાકાડો ખૂબ લાભદાયી સાબિત થાય છે.

દાડમ દાડમમાં રહેલા પોલિફેનોલ નાઇટ્રેટ્સ લોહીના પરિભ્રમણને મજબૂત બનાવે છે.તે માંસપેશીઓના ટિશ્યૂઝમાં થતા ઓક્સિડેશનને રોકવાનું કામ કરે છે. તેથી દાડમના દાણાના સેવનથી લોહીનું પરિભ્રમણ ઠીક થાય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને શરીરને રોગથી પણ દૂર રાખે છે. નાની કે મોટી દરેક ઉંમરની વ્યક્તિએ રોજ એક કે અડધું દાડમ અવશ્ય ખાવું જોઇએ.

ડુંગળી ડુંગળીમાં અઢળક એન્ટિ ઓક્સિડન્ટ હોય છે, જે ધમનીઓને બ્લોક થતી રોકવાનું કાર્ય કરે છે. ધમનીઓનું બ્લોકેજ રોકાતા લોહીનું પરિભ્રમણ આપોઆપ ઠીક થઇ જાય છે. આમ, રોજ ડુંગળીનું સેવન કરવાથી લોહીના ખરાબ પરિભ્રમણથી થતી અનેક સમસ્યામાંથી તમે બચી શકો છો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *