કોઈ પણ શુભ કામ ની શરૂઆત કરતા પહેલા ગણેશજી ની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ લઇ કાર્ય ની શરૂઆત કરવામાં આવે છે. ગણેશજી ણે વિઘ્ન હર્તા દેવ કહેવાય છે. જો ગણેશજી ના આશીર્વાદ આપના પર હોય તો જીવનના તમામ દુખ તમામ વિઘ્ન દુર થઇ જાય છે.
બધા લોકો જાણે છે કે ગણેશજીને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે.ગણેશજી ની પૂજાથી દરેક પ્રકારના વિઘ્ન અને બાધાઓ દુર થઇ જાય છે. શ્રી ગણેશ ખુબ નાના નાના ઉપાયોથી પણ પ્રસન્ન થઇ જાય છે. આપણે ગણેશજીને કોઈ પણ પ્રાથના કરીએ એટલે તરત જ તે આપણી ઈચ્છા પૂરી કરે છે.
ગણેશજીને આપણી મનોકામના કહેવાથી આપણી બધી ઈચ્છા પૂર્ણ થાય છે. આવો જાણીએ અમુક ખુબ સરળ ઉપાય જેને કરવાથી ગણેશજીની કૃપા અને આશીર્વાદ મળતા રહે છે તેમજ ધન તેમજ બુદ્ધિની અછત નથી થતી.ધરો ગણેશજીને ખુબજ પ્રિય છે. તેથી દરરોજ સવારે સ્નાન પૂજા કરીને ગણેશજીને પાંચ ધરો અથવા લીલું ઘાસ અર્પિત કરો.
ધરો ગણેશજીના મસ્તક પર રાખવી જોઈએ. ચરણોમાં ધરો ન રાખો. દુર્વા અર્પિત કરતી વખતે આ મંત્ર બોલો ‘इदं दुर्वादलं ऊं गं गणपतये नमः।શમી ગણેશજી ને અત્યંત પ્રિય છે. શમીના અમુક પાંદડા નિયમિત ગણેશજીને અર્પિત કરો તો ઘરમાં ધન તેમજ સુખની વૃદ્ધી થાય છે.
ગણેશજી ને શમી ચડાવવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે.ભગવાન ગણેશને મીઠી વસ્તુ તેમજ લાડુ ખુબજ પ્રિય છે. ભગવાન ગણેશને ઘી અને ગોળનો ભોગ ચઢાવો. ભોગ લગાવ્યા પછી ઘી અને ગોળ ગાયને ખવાડવું જોઈએ. એવું કરવાથી ઘરમાં ધન તેમજ ખુશીઓ આવે છે.જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે
તો ઘરના મંદિરમાં સફેદ રંગના ગણપતિની સ્થાપના કરવી જોઈએ. એનાથી બધા પ્રકારની ખરાબ શક્તિઓ નો નાશ થાય છે.ભગવાન ગણેશને રોજ થોડા ચોખા અર્પિત કરો અને જે દિવસે વિસર્જન કરો એ દિવસે એ ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. સુરક્ષા બની રહેશે.
Leave a Reply