વાળ લાંબા, ભરાવદાર અને મજબૂત બનાવવા કરો આ તેલનો ઉપયોગ

લોકો સફેદ વાળને છુપાવવા માટે હેર ડાઇ અને કલરનો ઉપયોગ કરી શકે છે.પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળમાં અન્ય સમસ્યાઓ થઇ શકે છે.આજે અમે ગાજરનું તેલ વિશે જણાવીશું, જેનાથી વાળ ખુબ જ લાંબા અને મજબુત થશે. ખાસ કરીને લોકો ગાજર ખાવાનું પસંદ કરે છે. તે ટેસ્ટી હોવાની સાથે અનેક પોષ્ટિક ગુણોથી ભરેલા હોય છે.

તેના સેવનથી આંખોથી જોડાયેલી સમસ્યા દૂર થવાની સાથે મગજને પણ સારી રીતે કામ કરવાની શક્તિ મળે છે.ગાજરમાં વિટામીન, કેલ્શિયમ, આયરન, બીટા કેરોટીન, એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ રહેલા છે. એવામાં તેનું સેવન કરવાની સાથે તેનું તેલ તૈયાર કરી વાળ પર લગાવવાથી વાલને ઉંડે સુધી મજબૂત બનાવે છે.

વાળ લાંબા, ભરાવદાર અને મજબૂત થવામાં મદદ મળે છે.ગાજરનું તેલ તૈયાર કરી વાળ પર લગાવવાથી વાળના મૂળ મજબૂત થવાની સાથે વાળથી જોડાયેલી સમસ્યા દૂર થવામાં મદદ મળે છે. ગાજરનું તેલ ઉપયોગ કરવાથી તે વાળ પર રામબાણની જેમ કામ કરે છે. તો ચાલો જાણીએ તેલ બનાવવાની રીત..

સામગ્રી

  • 2 નંગ ગાજર
  • 1 કપ જૈતુન, નારિયેળ કે તલનું તેલ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગાજરને ઝીણું સમારી લેવું,હવે તેને કુકરમાં ઉમેરીને આશરે 30 મિનિટ માટે તેલ ઉમેરીને મુકો, તેનો રંગ નારંગી થાય ત્યાં સુધી રહેવા દો.તૈયાર મિશ્રણને ઠંડુ થવા માટે અલગ રાખી દો.
  • ત્યાર પછી તેને ગળણીની મદદથી ગાળીને કાચની બરણીમાં સ્ટોર કરી લો.તમારું તેલ બનીને તૈયાર છે.તેને વાળને ધોવાના એક કલાક પહેલા મસાજ કરો.તમે આ તેલને ફ્રીજમાં રાખીને 6-8 મહિના સુધી ઉપયોગ કરી શકો છો.

ફાયદા

  • નિયમિત રીતે આ તેલની મસાજ કરવાથી ખરતા વાળની સમસ્યા બંધ થશે જ્યારે લાંબા અને ભરાવદાર થવામાં મદદ મળે છે.
  • આ તેલથી મસાજ કરવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે. તે વાળ પર કન્ડિશનરની જેમ કામ કરી વાળને સુંદર તેમજ ભરાવદાર બનાવે છે.

 

  • લગભગ ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે. એવામાં ગાજરના તેલનો ઉપયોગ કરવાથી વાળના મૂળને મજબૂતી મળે છે. વાળ અંદરથી મજબૂત થવાથી તૂટવા તેમજ ખરવાની સમસ્યા માંથી છુટકારો મળે છે અને વાળને ઘણું પોષણ પણ મળે છે.

 


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *