વાસ્તુ મુજબ અમુક ઘરના કાર્ય ન કરવામાં આવે તો પણ જીવન માં તણાવ આવે છે. બીજી ઘણી મુશ્કેલીઓ વધે છે. જ્યોતિષશાસ્ત્રોમાં અનેક એવા નિયમ દર્શાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. રોજિંદા જીવનમાં અજાણતાં આપણાથી એવી ભૂલો થઇ જાય છે
જેની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે. આવી જ એક ભૂલ ત્યારે થાય છે રાત્રે સુતા વખતે તમારી આસપાસ સામાન રાખવાથી જીવનમાં ખરાબ અસર પડે છે.ઘણી એવી વસ્તુઓ છે કે જે સૂવાના સમયે તમારી સાથે ન રાખવી અને જેનાથી તમારા જીવન પર ખરાબ અસર પણ પડી શકે છે.
તો ચાલો અમે તમને જણાવી દઈએ વસ્તુ વિશે કે જેનાથી જીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે.માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં લક્ષ્મી નો વાસ કાયમ માટે રહે છે. તેમની વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે, જો રાત્રે સુતી વખતે કોઈ વ્યક્તિ એના માથા પાસે પર્સ અથવા પાકીટ રાખીને સુવે તો તેનાથી તમારા નકામા ખર્ચમાં પણ વધારો થાય છે.
પર્સ કે પાકીટ ને જો તમે માથાની પાસે રાખીને સૂઈ જાવ તો તેનાથી તમે પૈસા ગુમાવી શકો છો. સંપત્તિની જગ્યા તિજોરીમાં હોય છે, એટલા માટે તેને ક્યારેય માથાની નજીક રાખીને ન સૂવું જોઈએ.દોરડું નો ઉપયોગ સામાન્ય દિવસોમાં ક્યારેક જ કરવામાં આવતો હોય છે.
ઘણા લોકો દોરડાને પોતાના પલંગની પાસે અથવા નીચે રાખીને સૂઈ જાય છે. અમે જણાવી દઈએ કે દોરડું કે ચેન તમારે પલંગની પાસે રાખીને ન સૂવું.આ વસ્તુઓ ઘરમાં અશુભ માનવામાં આવે છે જે તમારા ઘણા કામોને અવરોધે છે. ઓરડામાં ક્યારેય દોરડું લગાવવું ના જોઈએ, કારણકે તેનાથી રૂમની સુંદરતા પણ ખરાબ થાય છે અને જીવનમાં તણાવ પણ વધે છે. દોરડાને તમારા સૂવાના ઓરડાથી દૂર રાખવા જોઈએ.
સૂવાના સમયે તમારા બેડની આસપાસ ખાંડણી રાખવાથી તમારા સંબંધો વચ્ચે તણાવ વધે છે. તમારા ઓશિકા નીચે ક્યારેય પણ પેપર અને મેગેઝીન જેવી વસ્તુઓ ન રાખવી. જેનાથી તમારા જીવન પર ખરાબ અસર પડશે.આધુનિક ઉપકરણ જેમ કે ઘડિયાળ, મોબાઇલ, લેપટોપ, વિડિઓ ગેમ વગેરે તમારા માથાની નજીક રાખીને ન સુવું જોઈએ.
કારણ કે આ ઉપકરણો હંમેશાં ચાલતા રહે છે, જેનાથી વ્યક્તિના જીવનની શાંતિ માં ખલેલ પહોચે છે. ઘણાં જ્યોતિષીઓ અનુસાર આ ઉપકરણોમાંથી નીકળતી કિરણો આપણા મગજમાં પણ ખલેલ પહોંચાડે છે અને શરીર માટે પણ ખૂબ નુકસાનકારક હોય છે.
Leave a Reply